શોધખોળ કરો
Advertisement
બ્રિટનમાં લોકડાઉનની સલાહ આપનારા પ્રોફેસર પરિણિત પ્રેમિકાને મળવા પહોંચી જતાં કરી દેવાયા સસ્પેન્ડ
પ્રોફેસર ફર્ગ્યૂસને લૉકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમણે 2 વખત ગર્લફ્રેન્ડને ઘરે આવવા મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ બ્રિટેનના જે વૈજ્ઞાનિકે પીએમ બોરિસ જોનસનને દેશમાં લોકડાઉન લગાવવાની સલાહ આપી, તેણે જ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું. ત્યાર બાદ તેણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું. પ્રોફેસર નીલ ફર્ગસને પોતાની પરિણિતા ગર્લફ્રેન્ડને મળવા માટે દેશમાં લાગુ લોકડાઉનનું ઉલ્લંઘન કર્યું. ત્યાર બાદતેને સરકારના સલાહકારના પદ પરથી રાજીનામુ આપવું પડ્યું.
બ્રિટેનના અખબાર ધ ટેલિગ્રાફ અનુસાર, નીલ ફર્ગ્યૂસને લોકડાઉનનો નિયમ તોડતા ગર્લફ્રેન્ડને પોતાના ઘરે આવવાની મંજૂરા આપી. જાણકારી અનુસાર તેની ગર્લફ્રેન્ડ પોતાના પતિ અને બાળકોની સાથે બીજા ઘરમાં રહે છે.
રિપોર્ટ અનુસાર, પ્રોફેસર ફર્ગ્યૂસને લૉકડાઉનમાં પરીણિત ગર્લફ્રેન્ડ માટે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. તેમણે 2 વખત ગર્લફ્રેન્ડને ઘરે આવવા મંજૂરી આપી હતી. જોકે નીલે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે,‘મને આમ કરવાનો અફસોસ છે. સંક્રમણને રોકવા સરકાર સોશિયલ ડિસ્ટન્સિંગનો સંદેશ આપી રહી છે અને મે તેનો ભંગ કર્યો છે.’ અત્યારસુધીમાં બ્રિટનમાં 1,94,990 લોકો કોરોના પોઝિટિવ છે, જ્યારે 29,427 લોકોનું મોત થઈ ચૂક્યા છે.
સરકાર અને WHOને સલાહ આપે છે સંસ્થા
નિયમ તોડવા અંગે નીલે કહ્યું કે, તે સાઈન્ટિફિક એડવાઈઝરી ગ્રૂપ ફોર ઈમરજન્સીના પદ પરથી હટી રહ્યાં છે. તેઓ સેન્ટર ફોર ગ્લોબલ ઈન્ફેક્શસ ડિઝિસ એનાલિસિસના ડિરેક્ટર છે. બીબીસી અનુસાર, આ સંસ્થાએ જાન્યુઆરીમાં વિશ્વને કોરોનાના જોખમથી બચવા ચેતવ્યા હતા. આ સંસ્થા સરકારો અને WHOને આફ્રિકામાં ઈબોલાથી લઈ કોરોના મહામારી વિશે સલાહ આપતી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement