Video: દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્જ ખલિફા પણ રંગાઈ તિરંગાના રંગમાં, 'જય હિંદ' પણ જોવા મળ્યું
India Independence Day: ભારતે 15 ઓગસ્ટે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો
India Independence Day: ભારતે 15 ઓગસ્ટે તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. જેના માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને દરેક જગ્યાએ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. અવસર પર વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર પણ ભારતનો રંગ જોવા મળ્યો હતો. યુએઈમાં બુર્જ ખલીફાના પ્રદર્શનમાં તિરંગો અને મહાત્મા ગાંધી જોવા મળ્યા હતા. આ દરમિયાન આ ઈમારત પર 'હર ઘર તિરંગા અભિયાન' અને ‘જય હિંદ’નું લખાણ પણ જોવા મળ્યું હતું.
World’s tallest building celebrated the spirit of #HarGharTiranga
— India in Dubai (@cgidubai) August 15, 2023
Watch the spectacular projection of #Tricolor from #BurjKhalifa and enthusiasm among #Indiancommunity in #Dubai on the occasion of #IndependenceDayIndia pic.twitter.com/42CADpZkHL
ભારત-UAE મિત્રતાની ઝલક
ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે બુર્જ ખલીફા પર ‘જય હિંદ’ અને ભારત-યુએઈની મિત્રતા પણ જોવા મળી હતી. તિરંગા સાથેના આ નાઈટ શોનો સંપૂર્ણ વીડિયો બુર્જ ખલીફાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ લોકોએ આ વીડિયોને જોરદાર શેર કર્યો હતો. ઘણા લોકોએ આ વાત પોતાની સ્ટોરી પર શેર કરી છે. જ્યારે દુબઈના બુર્જ ખલીફા પર તિરંગો લહેરાવવામાં આવ્યો ત્યારે સેંકડો ભારતીયો પણ હાજર હતા, જેમણે તેને પોતાના કેમેરામાં કેદ કરીને આઝાદીની ઉજવણી કરી હતી.
આખરે પાકિસ્તાનનો ધ્વજ પણ દેખાયો
ભારત પહેલા પાકિસ્તાન 14 ઓગસ્ટે તેનો સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ અવસર પર દુબઈમાં વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર પણ તેનો ધ્વજ બતાવવામાં આવ્યો હતો. બુર્જ ખલીફાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો સાથેની પોસ્ટમાં કહેવામાં આવ્યું છે. અમને આશા છે કે ભવિષ્યમાં પાકિસ્તાન, દેશ અને જનતાને વધુ સફળતા અને ખુશીઓ મળશે. સ્વતંત્રતા દિવસની શુભેચ્છા." પાકિસ્તાનના તમામ મોટા સેલેબ્સે પણ આ વીડિયો શેર કર્યો છે.
જો કે, એક દિવસ પહેલા જ પાકિસ્તાની નાગરિકોને નિરાશ થવું પડ્યું હતું, કારણ કે દુબઈમાં સમાચાર ફેલાયા હતા કે 13 ઓગસ્ટના રોજ મધ્યરાત્રિએ બુર્જ ખલીફા પર પાકિસ્તાની ધ્વજ દેખાશે, જેના માટે ઘણા લોકો ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ મધરાતની થોડી મિનિટો પછી પણ પાકિસ્તાની ધ્વજ જોવા મળ્યો ન હતો જેના કારણે તેઓ નિરાશ થયા હતા. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.