કોણ છે ટ્રમ્પ વિરોધી માર્ક કાર્ની જે બનશે કેનેડાના PM, ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત
Canada Election Result 2025: કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે.

Canada Election Result 2025: કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં માર્ક કાર્ની નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. આ માહિતી કેનેડાની સરકારી ચેનલ CBC અને CTV ન્યૂઝ દ્વારા આપવામાં આવી છે. આ ચૂંટણીમાં લિબરલ પાર્ટીએ સતત ચોથી વખત સરકાર બનાવી છે, જેને કેનેડાના રાજકીય ઇતિહાસમાં એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. આ વખતે લિબરલ પાર્ટીનું નેતૃત્વ ભૂતપૂર્વ બેન્કર માર્ક કાર્ની કરી રહ્યા હતા, જેમણે શાનદાર જીત હાંસલ કરી હતી.
Prime Minister Mark Carney won Canada's election Monday, local media project, leading his Liberal Party to a new term in power after convincing voters that his experience managing economic crises prepared him to confront US President Donald Trumphttps://t.co/ZOFrNgTYcZ pic.twitter.com/zmhEUGQNTL
— AFP News Agency (@AFP) April 29, 2025
તેમણે ચૂંટણીમાં પિયર પોઇલિવરની કન્ઝર્વેટિવ પાર્ટીને હરાવી હતી. પોતાના પ્રચાર દરમિયાન માર્ક કાર્નીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કડક વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પે ઘણીવાર કહ્યું છે કે કેનેડાને અમેરિકામાં ભેળવી દેવું જોઈએ, જેની સામે કાર્નીએ ખુલ્લેઆમ અવાજ ઉઠાવ્યો હતો.
No takers for Pro-Khalistan leader Jagmeet Singh in Canada polls, loses seat; NDP loses party status
— ANI Digital (@ani_digital) April 29, 2025
Read @ANI Story | https://t.co/5UPXRqHpTM#JagmeetSingh #Canada #NDP #canadianelection2025 pic.twitter.com/QGgCxZOSCW
જાણો કોણ છે માર્ક કાર્ની
માર્ક કાર્નીનો જન્મ 16 માર્ચ, 1965ના રોજ કેનેડામાં ફોર્ટ સ્મિથ નામના સ્થળે થયો હતો, જે આર્કટિકની નજીક છે. તેમનું બાળપણ એડમોન્ટન નામના શહેરમાં વિત્યું હતું. માર્ક કાર્નીએ અમેરિકાની પ્રખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટી અને ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. એએફપીના અહેવાલ મુજબ, તે યુવાનીમાં હૉકી પણ રમતા હતા.
પોતાની કારકિર્દીની શરૂઆતમાં તેમણે ગોલ્ડમેન સૈક્સ નામની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કામ કર્યું અને ન્યૂયોર્ક, લંડન, ટોક્યો અને ટોરન્ટો જેવા મોટા શહેરોમાં કામ કરીને ઘણા પૈસા કમાયા હતા. બાદમાં તેમણે સિવિલ સર્વિસ પસંદ કરી અને 2008માં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન સ્ટીફન હાર્પરે તેમને બેન્ક ઓફ કેનેડાના ગવર્નર બનાવ્યા હતા.





















