શોધખોળ કરો
નીરવ મોદીએ ભારત પાછા આપવાનો કર્યો ઇનકાર, કહ્યું- 'મે ક્યારેય કાંઇ ખોટું નથી કર્યું'
નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્કને 13 હજાર કરોડ રૂપિયાનો ચૂનો લગાવી વિદેશ ભાગી ગયેલા હિરા વેપારી નીરવ મોદીએ ભારત પાછા ફરવાનો ઇનકાર કરી દીધો છે. પ્રિવેશન ઓફ મની લોન્ડ્રરિંગ એક્ટ કોર્ટને આપેલા જવાબમાં નીરવ મોદીએ કહ્યું કે, તે સુરક્ષાના કારણોસર ભારત પાછો નહી ફરી શકે. ઇડી તરફથી ભાગેડુ જાહેર કરવાની અરજીના જવાબમાં નીરવ મોદીએ આ વાત કહી હતી. નીરવ મોદીએ કહ્યું કે, મેં કાંઇ ખોટું કર્યું નથી. પીએનબી કૌભાંડ સિવિલ ટ્રાજેક્શન હતું અને તેને અલગ મામલામાં ચર્ચાસ્પદ બનાવવામાં આવી રહ્યું છે. હું સુરક્ષાના કારણોસર દેશ પાછો ફરી શકતો નથી.
ઇડીએ થાઇલેન્ડમાં નીરવ મોદીની 13.14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. ઇડીએ છેલ્લા વર્ષમાં નવેમ્બરમાં નીરવ મોદીની દુબઇમાં 56 કરોડ રૂપિયાથી વધુની 11 સંપત્તિઓ જપ્ત કરી હતી. છેલ્લા વર્ષે ઓક્ટોબરમાં તપાસ એજન્સીએ મોદી અને તેમના પરિવારના સભ્યોની 637 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી. જેમાં ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક સ્થિત તેના બે એપાર્ટમેન્ટ પણ સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement