શોધખોળ કરો

રશિયન સેના તરફથી લડી રહ્યો હતો મોરબીનો યુવક, યુક્રેનની આર્મી સામે કર્યું સરેન્ડર

મોરબીનો યુવક રશિયા માટે યુદ્ધ લડી રહ્યો હતો. અભ્યાસ માટે રશિયા ગયો હતો

યુક્રેનિયન દળોએ રશિયન સેના તરફથી લડતા ગુજરાતના મોરબીના યુવક મજોતી સાહિલ મોહમ્મદ હુસૈન (22) ને પકડી લીધો છે. પીટીઆઈ અનુસાર, યુક્રેનિયન લશ્કરી અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ગુજરાતના મોરબીના રહેવાસી મજોતી સાહિલ મોહમ્મદ હુસૈને યુદ્ધના મેદાનમાં માત્ર ત્રણ દિવસ વિતાવ્યા બાદ 63મી મિકેનાઇઝ્ડ બ્રિગેડ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મોરબીનો યુવક રશિયા માટે યુદ્ધ લડી રહ્યો હતો. મોરબીનો યુવક અભ્યાસ માટે રશિયા ગયો હતો. જ્યાં મજોતી સાહિલ મોહંમદ હુસેનને ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવી સાત વર્ષની ફટકારાઈ હતી. જેલની સજાથી બચવા માટે તે રશિયન સેનામાં સામેલ થયો હતો.

ANIના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૂત્રોએ જણાવ્યું હતું કે કિવમાં ભારતીય મિશન આ અહેવાલોની સત્યતાની તપાસ કરી રહ્યું છે. યુક્રેનિયન પક્ષ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક માહિતી મળી નથી. યુક્રેનિયન સેનાએ ટેલિગ્રામ પોસ્ટમાં આરોપ લગાવ્યો હતો કે હુસૈન શરૂઆતમાં રશિયા અભ્યાસ કરવા ગયો હતો પરંતુ બાદમાં ડ્રગ સંબંધિત આરોપોમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. બ્રિગેડે એક નિવેદનમાં કહ્યું હતું કે, "તે જેલથી બચવા માટે યુદ્ધમાં જોડાયો હતો."

બ્રિગેડ દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં હુસૈન રશિયન ભાષામાં બોલતો અને સ્વીકારતો જોવા મળે છે કે તે જેલની સજાથી બચવા માટે રશિયન સેનામાં ભરતી થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્લિપમાં તે યુક્રેન પર મોસ્કોના આક્રમણનું વર્ણન કરવા માટે વપરાતા શબ્દનો ઉપયોગ કરે છે, કહે છે કે, "હું જેલમાં રહેવા માંગતો ન હતો તેથી મેં 'ખાસ લશ્કરી કાર્યવાહી' માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, પરંતુ હું બહાર નીકળવા માંગતો હતો."

વાયરલ વીડિયોમાં મજોતી કહી રહ્યો છે કે 1 ઓક્ટોબરના રોજ ફ્રન્ટ લાઇન પર મોકલવામાં આવતા પહેલા તેને ફક્ત 16 દિવસની તાલીમ મળી હતી. તેના કમાન્ડર સાથે મતભેદ થયા પછી તેણે શરણાગતિ સ્વીકારવાનું નક્કી કર્યું. તે કહે છે, "હું લગભગ બે કે ત્રણ કિલોમીટર દૂર યુક્રેનિયન ખાઈ પર પહોંચ્યો."

પીટીઆઈના અહેવાલ મુજબ, હુસૈને વધુમાં કહ્યું હતું કે, "મેં તરત જ મારી રાઇફલ નીચે મૂકી દીધી અને કહ્યું, 'હું લડવા માંગતો નથી. મને મદદની જરૂર છે." એવા અહેવાલો આવ્યા છે કે ભારતીય નાગરિકોને રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યા છે, દબાણ કરવામાં આવ્યું છે અથવા ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.

ગયા મહિને વિદેશ મંત્રાલયે પુષ્ટી કરી હતી કે ભારતે રશિયન સેનામાં સેવા આપતા 27 ભારતીયોને મુક્ત કરવા અને સ્વદેશ પરત મોકલવા માટે મોસ્કો પર દબાણ કર્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી 150થી વધુ ભારતીયોની ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે રશિયાની મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. અત્યાર સુધીમાં યુદ્ધમાં આશરે 12 ભારતીયો માર્યા ગયા છે, 96 રશિયન અધિકારીઓ દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે અને 16 ગુમ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

વિડિઓઝ

Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Uttarayan 2026: ઉત્તરાયણ પર પવન પતંગ રસિકોને સાથ આપશે કે નહીં ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
બાબા વાંગાની ભયાનક આગાહી: 2026માં ત્રીજું વિશ્વયુદ્ધ ? ટ્રમ્પના આ પગલાંથી દુનિયામાં ફફડાટ!
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
Embed widget