Baba Vanga : તો હવે બાળકો જન્મશે નહીં, લેબમાં જ તૈયાર થશે-બાબા વેંગાની ચોંકાવનારી ભવિષ્યવાણી
બાબા વેન્ગાએ તેમનું આખું જીવન બલ્ગેરિયામાં કોઝુહ પર્વતોના રૂપિટે પ્રદેશમાં વિતાવ્યું હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ થયો હતો. તેમનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું.
Baba Vanga predictions 2023 : જાણિતા ભવિષ્યવેત્તા બાબા વેંગા બલ્ગેરિયાના રહેવાસી હતા. તેઓ મહિલા ફકીર હતા. 12 વર્ષની નાની ઉંમરે જ તેમણે પોતાની બંને આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. તે સમયથી તે આખી જીંદગી કંઈ જોઈ શક્યા નહોતા, પરંતુ તેમની અનુભવવાની ક્ષમતા ખૂબ ઊંચી હતી. ત્યાર બાદ તેમણે આગાહીઓ કરવાનું શરૂ કર્યું હતું.
બાબા વેન્ગાએ તેમનું આખું જીવન બલ્ગેરિયામાં કોઝુહ પર્વતોના રૂપિટે પ્રદેશમાં વિતાવ્યું હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ થયો હતો. તેમનું સાચું નામ વાંગેલિયા પાંડેવા ગુસ્તારોવા હતું, જે બાબા વેંગા તરીકે પ્રખ્યાત થયા હતા. તેમણે અમેરિકામાં અલકાયદાના આતંકી ઓસામા બિન લાદેન દ્વારા કરવામાં આવેલા 9/11ના આતંકવાદી હુમલા, બ્રિટનનું યુરોપમાંથી છુટા પડવાના બ્રેક્ઝિટ સહિત અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી સાબિત થઈ હતી.
બાબા વેંગાએ 11 ઓગસ્ટ 1996ના રોજ દુનિયાને અલવિદા કરતા પહેલા વર્ષ 5079 સુધીની ભવિષ્યવાણી કરી હતી. તેમને બાલ્કન પ્રદેશનો નોસ્ટ્રાદમાસ પણ કહેવામાં આવે છે. બાબા વેંગાએ કહ્યું હતું કે, વર્ષ 2023માં બાળકોનો જન્મ લેબોરેટરીમાં બનશે અને તેમનો રંગ તેમના માતા-પિતાના નિર્ણય મુજબ બનાવી શકાશે. તો ચાલો જાણીએ બાબા વેંગાએ વર્ષ 2023 માટે કરેલી ભવિષ્યવાણીઓ વિષે.
બાળકો લેબોરેટરીમાં તૈયાર થશે
બાબા વેંગાની આગાહી મુજબ, વર્ષ 2023માં બાળકોને લેબમાં વિકસાવવામાં આવશે અને તેમના રંગ અને લિંગ તેમના માતાપિતા દ્વારા નક્કી કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી સાબિત થાય છે, તો હવે મનુષ્ય દ્વારા બાળકોને જન્મ આપવાની પરંપરાગત રીત જ સમાપ્ત થઈ શકે છે. આટલું જ નહીં બાબા વેંગાની આગાહી અનુસાર જે બાળકોને લેબમાં તૈયાર કરવામાં આવશે તેમની ત્વચાનો રંગ અને તેમની શારીરિક લાક્ષણિકતાઓ તેમના માતાપિતા જ નક્કી કરી શકશે.
એલિયન પૃથ્વી પર કરશે હુમલો
બાબા વેંગીની અન્ય એક ભવિષ્યવાણીમાં કહેવામાં આવ્યું છે કે, કોઈ અન્ય ગ્રહથી આવનારી શક્તિઓ ધરતી પર હુમલો કરી શકે છે. જેમાં લાખો લોકો માર્યા જશે. વિશ્લેષકો તેને એલિયન હુમલાથી અનુમાન લગાવી રહ્યા છે. તેમણે ભવિષ્યવાણી કરી હતી કે, પૃથ્વી પર એલિયન્સના હુમલાને કારણે ઘણું સાર્વજનિક નુકસાન થવાની પણ સંભાવના છે.
નોંધ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.