China : ચીનમાં ફરી કોરોનાનો કાળો કેર શરૂ, મડદાઓ દફનાવવા માટે શ્મશાનોમાં લાંબી લાઈનો
ચીનના મુખ્ય રોગચાળાના નિષ્ણાત વુ જુન્યાઓએ ચેતવણી આપી હતી કે, ચીનમાં આગામી સમયમાં કોરોનની ત્રણ લહેર આવશે. પ્રથમ પ્રસંગ ક્રિસમસ પછી, બીજો નવા વર્ષ પછી અને ત્રીજો ચંદ્ર નવા વર્ષ પછીનો હશે.
Corona Issue Again in China : ચીનમાં ફરી એકવાર કોરોનાનો કાળો કહેર વર્તાવી રહ્યો છે. કોવિડનો ડર એ હદે હાવી થઈ ગયો છે કે, લોકો પોતાને બચાવવા માટે ઘરોમાં કેદ થઈ ગયા છે. શેરીઓ મૌન બની છે. ચીનમાં એવા ઘણા શહેરો છે જ્યાં કોવિડના કેસ બેફામ રીતે વધી રહ્યા છે. સ્થિતિ એ છે કે ઘણા શહેરોની હોસ્પિટલોમાં એન્ટિજેન ટેસ્ટ કીટની અછત છે, સ્મશાન પર લાંબી કતારો લાગી છે. આટલું જ નહીં નિષ્ણાતોના મતે ચીને ત્રીજી કહેર માટે સતર્ક રહેવું પડશે કારણ કે આ દરમિયાન કેસ વધી શકે છે.
ચીનના મુખ્ય રોગચાળાના નિષ્ણાત વુ જુન્યાઓએ ચેતવણી આપી હતી કે, ચીનમાં આગામી સમયમાં કોરોનની ત્રણ લહેર આવશે. પ્રથમ પ્રસંગ ક્રિસમસ પછી, બીજો નવા વર્ષ પછી અને ત્રીજો ચંદ્ર નવા વર્ષ પછીનો હશે. કારણ કે, આ પ્રસંગોએ લોકો તેમના ઘરે પાછા ફરે છે, ત્યારે બેદરકારીને કારણે ખતરો અનેકગણો વધી શકે છે. તેમણે કહ્યું હતું કે, કોરોનાના ત્રણ લહેરોમાંથી લહેલી લહેર આ શિયાળામાં આવશે.
ચીનની શી જિનપિંગ સરકારે દેશમાં ઘણા વિરોધ બાદ કોવિડ સંબંધિત તેની ઝીરો કોવિડ નીતિને ખતમ કરી નાખી હતી. ત્યાર બાદ કોરોનાના કેસોમાં અણધાર્યો વધારો થયો છે. મળતી માહિતી મુજબ ચીનના ઉત્તરથી દક્ષિણ સુધી ફેલાયેલા શહેરોમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે.
કેટરિંગ, પાર્સલ અને ડિલિવરીની અછત
ચીનની રાજધાની બેઇજિંગમાં કોરોનાના કેસની વાત કરીએ તો કોવિડના ઓમિક્રોન વેરિએન્ટે અહીં ફફડાટ મચાવ્યો છે. અહીં કેટરિંગથી લઈને પાર્સલ અને ડિલિવરી સુધીની સેવાઓ ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં સ્થિતિ એ હદે વકરી છે કે, 22 મિલિયનની વસ્તીવાળા શહેરમાં અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહમાં લાંબી કતારો લાગી છે. કારણ કે અહીં કામ કરતા મોટી સંખ્યામાં લોકો કોવિડ પોઝીટીવ થવાને કારણે રજા પર ઉતરી ગયા છે.
સ્મશાનગૃહમાં લાંબી કતારો
બેઇજિંગના સૌથી મોટા સ્મશાન ભૂમિ બાબોશનની હાલત ભયાનક છે. અહીં પાર્કિંગ માટે પણ જગ્યા બચી નથી. સ્મશાનગૃહમાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અંતિમ સંસ્કાર માટે બુકિંગ કરવું મુશ્કેલ છે. આથી લોકો ખાનગી વાહનો દ્વારા જ તેમના સગા-સંબંધીઓના મૃતદેહ લાવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે અહીંના સ્મશાનમાંથી દિવસભર ધુમાડો નીકળતો રહે છે.
નાતાલ અને નવા વર્ષની તૈયારીઓ પણ ફિક્કી
એજન્સી અનુસાર ચીનના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત ઝિયાન શહેરમાં સબ વે ખાલી જોવા મળી રહ્યા છે, જ્યારે દેશના વ્યાપારી કેન્દ્ર શાંઘાઈમાં ક્રિસમસ અને નવા વર્ષ પછી કોઈ ખાસ હલચલ જોવા નથી મળી રહી. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં તહેવારનું જાણે વાતાવરણ જ નથી. લોકો ડરી ગયા છે. ચીનના ચેંગડુમાં રસ્તાઓ નિર્જન છે, ત્યારે સ્થિતિ એવી છે કે હોસ્પિટલોમાં એન્ટિજેન ટેસ્ટ કીટની પણ અછત છે.