Wuhan Corona Cases: ચીનના વુહાનમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ, સરકારે આપ્યો મોટો આદેશ
Wuhan Corona Cases Update: સરકારે વુહાન શહેરમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ચીનના વુહાનમાંથી જ ફેલાયો હોવાનો અનેક લોકો દાવો કરી ચુક્યા છે.
વુહાનઃ ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે વુહાન શહેરમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ચીનના વુહાનમાંથી જ ફેલાયો હોવાનો અનેક લોકો દાવો કરી ચુક્યા છે.
Chinese city of Wuhan to test all residents after first Covid-19 cases in over a year: AFP News Agency
— ANI (@ANI) August 3, 2021
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ વુહાનના મીટ માર્કેટમાંથી ફેલાયો નથી, પરંતુ ચીનની વુહાન લેબમાંથી જ ફેલાયો છે. રિપબ્લિકન પાર્ટીની ફોરેન અફેર્સ કમિટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક રીપોર્ટ જાહેર કર્યો હતો. રિપબ્લિન પાર્ટીના નેતા અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ બાબતે જે દાવો કરતા હતા એ જ દાવાનું સમર્થન રીપોર્ટમાં થયું હતું. રીપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ ફેલાયો હતો અને દુનિયાને તો છેક ડિસેમ્બર-૨૦૧૯માં તેની જાણ થઈ હતી, પરંતુ ખરેખર તો એ વાયરસ જૂન-જુલાઈમાં જ ફેલાઈ ચૂક્યો હતો.
અહેવાલમાં દાવો થયો હતો કે માનવ શરીરમાં કોરોના વાયરસ ઝડપભેર ફેલાય તે માટે કોરોના વાયરસના બંધારણમાં ચીની વૈજ્ઞાાનિકોએ ખાસ ફેરફાર કર્યો હતો. ૧૨મી સપ્ટેમ્બર-૨૦૧૯માં પહેલો કેસ નોંધાયાનો એક દાવો થઈ રહ્યો છે, પરંતુ આ રીપોર્ટમાં કહેવાયું હતું કે તેના કેટલાય મહિના પહેલાં વાયરસને છૂટો મૂકી દેવાયો હતો.
ચીને એવો દાવો કર્યો હતો કે વુહાનની મીટ માર્કેટમાંથી વાયરસનો ચેપ લાગ્યો હતો. પહેલો કેસ વુહાનની મીટ માર્કેટમાં નોંધાયો હતો એવું ચીનની સરકાર વારંવાર કહે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા ત્યારે તેમણે ચીનની લેબમાંથી વાયરસ ફેલાયો હોવાનો દાવો કર્યો હતો. રિપબ્લિકન પાર્ટીના નેતાઓએ કહ્યું હતું કે વુહાન ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજીમાં કોરોના વાયરસ ઉપર ખાસ પ્રયોગો કરાયા હતા. તેને ખતરનાક બનાવવા માટે મહિનાઓ સુધી સંશોધનો થયા હતા.