શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ચીનમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત, મૃતકોની સંખ્યા 1600ને પાર, 67 હજારથી વધુને ચેપ
ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું કે આ વાયરસતી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતના વુહાનમાં થયા છે. જ્યાં શુક્રવારે 2420 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 139 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 1600ની પાર પહોંચી ગઈ છે. ચીનમાં આ વાયરસથી 67,535 લોકોનો ચેપ છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગે જણાવ્યું કે આ વાયરસતી સૌથી વધુ પ્રભાવિત હુબેઈ પ્રાંતના વુહાનમાં થયા છે. જ્યાં શુક્રવારે 2420 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 139 લોકોના મોત થયા છે.
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પ્રકોપ બાદ ચાઈનાના વિવિધ ક્ષેત્રના નાણાકીય વિભાગોએ ધન મુહૈયા કર્યું છે. 13 ફેબ્રુઆરી સુધી ચીનના વિભિન્ન સ્થળેથી સંબંધિત વિભાગોમાંથી કુલ 80.55 અરબ ચીની યુઆનનું યોગદાન આપવામાં આવી છે.
ચીની આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સેવેરે એક્ટ્યૂ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)નું બીજુ સ્વરૂપ છે. જણાવી દઈએ કે 2002-2003માં હોંગકોંગ અને ચીનમાં આ બીમારીથી 650 લોકોના મોત થયા હતા. તે સિવાય 120 લોકોનું દુનિયાભરમાં મોત થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે પણ ચીનથી આવતા લોકો માટે પોતાની ઈ વીઝા સુવિધા પર અસ્થાયી રોક લગાવી દીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion