શોધખોળ કરો
Advertisement
ચીનની અવળચંડાઈ, કોરોનાના મૂળ શોધવા નીકળેલી WHOની ટીમને દેશમાં એન્ટ્રી ન આપી
અમેરિકા સહિત આખી દુનિયા કોરોના વાઇરસ માટે ચીનની જવાબદાર ગણતી હતી. જો કે ચીને એવા અહેવાલ કે વિશ્વ અભિપ્રાયની પરવા કરી નહોતી.
નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાવનાર ચીન અવળચંડાઇથી કરવાનું ભૂલશે નહીં. આ વખતે પણ તેણે કોરોના વાઇરસની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઇ એની તપાસ કરવા ચીનના વુહાન પ્રાંતમાં જવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જતાં અટકાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ ટ્વીટર પર આ વાત મૂકી હતી કે કોરોના વાઇરસ ક્યાં કેવી રીતે ઉત્પન્ન થયા એની તપાસ કરવા જઇ રહેલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જવાની પરવાનગી આપી નથી એ ચિંતાજનક વાત છે. જો કે ચીને સતત આ અહેવાલને નકાર્યા હતા.
અમેરિકા સહિત આખી દુનિયા કોરોના વાઇરસ માટે ચીનની જવાબદાર ગણતી હતી. જો કે ચીને એવા અહેવાલ કે વિશ્વ અભિપ્રાયની પરવા કરી નહોતી. ચીને કોરોના વાઇરસ માટે ભારત સહિત બીજા કેટલાક દેશોને જવાબદાર ઠરાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ એ સમયે પણ ચીનમાં પ્રતિનિધિઓ મોકલીને તપાસ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીન એ માટે પરવાનગી આપવા તૈયાર નથી. એથી ચીન પ્રત્યે શંકાની સોય સતત તકાયેલી રહે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ સંયુક્ત રાષ્ટ્રસંઘની આરોગ્ય સંસ્થા છે અને વૈશ્વિક હેતુ માટે કામ કરે છે. તેને કોઈ દેશે પોતાને ત્યાં પ્રવેશની ના પાડી હોય એવી આ ભાગ્યે જ બનતી ઘટના છે. કોરોનાની વર્ષ પહેલા શરૃઆત થઈ હતી એ વુહાન શહેર અને ત્યાંની લેબોરેટરીઓની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ઉપરાંત દુનિયાના અન્ય તબીબી નિષ્ણાતો મુલાકાત લેવા માંગે છે. આવી મુલાકાત વખતે તુરંત વિઝા આપી દેવામાં આવતા હોય છે, પણ ચીને આડોડાઈ શરૂ કરી છે.
ચીને પોતાને ત્યાં પણ કોરોના પર સંશોધન કરવાનો પ્રતિબંધ મુકી દીધો છે અને જે કોઈ ડોક્ટર કે નિષ્ણાતો કોરોના વિશે બોલવાનો પ્રયાસ કરે તેમને ગુમ કરી દેવાય છે અથવા તો આકરા પગલાં લેવામાં આવે છે. ચીને આ ટીકા પછી ખુલાસો કરતા કહ્યુ હતુ કે વર્લ્ડ આરોગ્ય સંસ્થાને કોઈ ગેરસમજ થઈ છે. અમે સંશોધન માટે નિષ્ણાતોને અમારે ત્યાં અત્યારે મોકલવાનું કહ્યું જ નથી. ક્યારે આવવુ તેની તારીખો હજુ નક્કી કરી નથી, માટે પરમિશનનો સવાલ જ નથી, એવો બચાવ ચીને કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement