શોધખોળ કરો

ચીનના અનેક શહેરોમાં કોરોનાના નવા સબ વેરિઅન્ટનો કહેર, અનેક વિસ્તારોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે

ચીનમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે કેટલાક સ્થળો પર ફરીથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. નવી ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં જ ચીનમાં ઓમિક્રોનના બે નવા સબ વેરિઅન્ટ  BF.7 અને BA.5.1.7  નોંધાયા છે. આ બે સબ વેરિઅન્ટના કારણે ચીનમાં કોરોનાના કેસોમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે.

ડેટા અનુસાર, ચીનમાં 10 ઓક્ટોબરે કોરોનાના 2,089 કેસ નોંધાયા હતા, જે 20 ઓગસ્ટ પછીનો સૌથી મોટો આંકડો હતો જ્યારે BF.7 ના કારણે ચીનના શેનઝેનમાં વધુ કેસ નોંધાયા છે. ત્યાં પણ કેસ ત્રણ ગણા વધી ગયા છે. પરિસ્થિતિને જોતા હવે જે પણ શેનઝેન આવશે તેના ત્રણ દિવસમાં ત્રણ અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવશે. શેનઝેનમાં પરિસ્થિતિ એટલી ચિંતાજનક બની ગઈ છે કે અધિકારીઓએ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

હવે ચીનમાં કોરોનાના અચાનક વધી રહેલા કેસ માટે ઘણા કારણો માનવામાં આવી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે ચીનમાં અઠવાડિયા સુધી ચાલતા રાષ્ટ્રીય દિવસને કારણે ઘણા લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા છે. એટલા માટે કોરોનાનો ફેલાવો પણ ઘણા વિસ્તારોમાં પહોંચી ગયો છે. હવે સવાલ એ થાય છે કે શું કોરોનાના આ નવા તમામ વેરિઅન્ટ ખતરનાક છે?

 10 ઓક્ટોબરે ચીનમાં 2,089 નવા કોરોના કેસ નોંધાયા હતા. જે બાદ શાંઘાઈમાં 25 મિલિયન લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કેટલાક સ્થાનિક અધિકારીઓએ શાળાઓ, મનોરંજન સ્થળો અને પ્રવાસન સ્થળોને પણ બંધ કરી દીધા છે. ચીનના નેશનલ હેલ્થ કમિશન અનુસાર, 11 ઓક્ટોબરે 1760 નવા કેસ નોંધાયા હતા. જેમાં બેઇજિંગ, શાંઘાઈ, શેનઝેન અને ઝિયાન જેવા કેસો સામેલ છે. હોહોટે જાહેરાત કરી હતી કે મંગળવારથી શહેરમાં બહારના વાહનો અને મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. છેલ્લા 12 દિવસમાં હોહોટમાં કોરોનાના બે હજારથી વધુ કેસ નોંધાયા છે.

ચીનમાં કોરોના કેસમાં થયો ત્રણ ગણો વધારો

Corona Cases China: દુનિયાભરમાં ભલે કોરોનાનો પડછાયો થોડો ઓછો થયો હોય, પરંતુ ચીન હજુ પણ કડક પ્રતિબંધોના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. ચીનમાં રજાઓના કારણે કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે અને તેના કારણે ફરીથી કડક પ્રતિબંધો પાછા ફર્યા છે. આવતા અઠવાડિયે બેઈજિંગમાં કમ્યુનિસ્ટ પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક છે.

તાજેતરના પ્રતિબંધો ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતના ફેન્યાંગ શહેરમાં સોમવારે શરૂ થયા હતા. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર, સમગ્ર શહેરમાં ટેસ્ટિંગમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો હતો. પડોશી આંતરિક મંગોલિયા ક્ષેત્રની રાજધાની હોહોટમાં વાહનો અને બહારથી આવતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ આજથી એટલે કે મંગળવારથી લાગુ થશે.

છેલ્લા 12 દિવસમાં હોહોટમાં 2 હજારથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. ચીન વિશ્વના એવા કેટલાક દેશોમાંથી એક છે જ્યાં કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે હજુ પણ કડક નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી કોરોના સંક્રમણને લઈને ખૂબ જ ચિંતિત છે. તેનું કારણ રવિવારે યોજાનારી પાર્ટીની મહત્વની બેઠક છે. આ બેઠક 5 વર્ષમાં એકવાર યોજાય છે અને તેમાં પાર્ટી દેશની સામે પોતાની સારી છબિ રજૂ કરવા માંગે છે.

ટોપ સ્ટોરી

6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
હાર બાદ ટ્રમ્પે વોટિંગ મશીન પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- 'પરિણામો આટલા ખોટા કેવી રીતે હોઈ શકે છે'
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
'ઈરાન યુદ્ધ સમાપ્ત, હવે હુમલાનો કોઈ ઈરાદો નહીં', રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
Nvidiaના CEOનું એક ચીની મહિલા સાથે અફેર: અમેરિકાએ લગાવ્યો ચીન માટે જાસૂસી કરવાનો આરોપ

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદમાં હનીટ્રેપનો મોટો કિસ્સો! વેપારી પાસેથી ₹6.5 લાખની ખંડણી
Varshik Rashifal : નવું વર્ષ તમારા માટે કેવું રહેશે? જાણો 12 રાશિનું વાર્ષિક રાશિફળ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચોરે છે મોંઘુ ખાતર ?
Hun To Bolish : હું તો બોલીશ : ધોકાવાળી
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ મુક્ત ભારતનો સંકલ્પ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
ખંભાતમાં ઓનર કિલિંગની ઘટનાથી ચકચાર! પ્રેમસંબંધથી નારાજ પિતાએ જ કરી પુત્રીની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પ્રિન્સ દંતાણી નામના યુવકની હત્યા
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
Best Hill Driving Cars: પહાડો પર ડ્રાઇવિંગ માટે 10 લાખના બજેટમાં કઈ કાર બેસ્ટ? જુઓ લિસ્ટ
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
વડાપ્રધાન બનવા માંગતા હતા પ્રણવ મુખર્જી? સોનિયા ગાંધીની પુસ્તકમાં મોટો ખુલાસો
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
Kheda: મોબાઈલ ચોરીને ભાગતા ચોરને પકડવા જતા યુવકનું તળાવમાં પડી જતા મોત
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
6.5 કિલો સોનું અને 380 કેરેટ હીરાથી બનાવવામાં આવી રંગોળી,Video જોઈ આંખો પહોળી થઈ જશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
ટીમ ઈન્ડિયામાંથી 3 ખેલાડી બહાર, ચોથી વનડે માટે તિલક-કુશાગ્રની એન્ટ્રી; કેપ્ટન પણ બદલાશે
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
IRCTCની વેબસાઇટ ઠપ્પ! કલાકોથી ટિકિટ બુકિંગ બંધ, મુસાફરો પરેશાન
Embed widget