(Source: Poll of Polls)
Chinese Bombers: ચીન અને રશિયાના બૉમ્બર વિમાન અમેરિકાની સરહદમાં ઘૂસ્યા, કેનેડાની પણ ઉડી ગઇ ઊંઘ
Russian and Chinese Bombers: આંતરરાષ્ટ્રીય સ્તરે હવે સ્થિતિ વિકટ બની રહી છે, હાલમાં જ ચીની બૉમ્બરના અમેરિકામાં ઘૂસવાના સમાચારથી હડકંપ મચ્યો છે
Russian and Chinese Bombers: આંતરરાષ્ટ્રીય સ્તરે હવે સ્થિતિ વિકટ બની રહી છે, હાલમાં જ ચીની બૉમ્બરના અમેરિકામાં ઘૂસવાના સમાચારથી હડકંપ મચ્યો છે. ચીની બૉમ્બરે અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે. આમાં રશિયાના સહયોગની પણ વાત કરવામાં આવી છે. રશિયન TU-95 બૉમ્બર સાથે બે ચીની H-6 કેટેગરીના બૉમ્બર વિમાનોએ બુધવારે સવારે યુએસએના અલાસ્કા નજીક ઉડાન ભરી હતી.
ફૉક્સ ન્યૂઝ અનુસાર, નૉર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ કહ્યું કે તેણે અલાસ્કાના કિનારે બે રશિયન Tu-95 બૉમ્બર અને બે ચીની H-6 બૉમ્બર્સને અટકાવવા માટે ફાઇટર જેટ મોકલ્યા છે. એજન્સીએ પુષ્ટિ કરી કે તેણે 24 જુલાઈના રોજ અલાસ્કા એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝૉનમાં બે રશિયન TU-95 અને બે ચાઈનીઝ H-6 લશ્કરી એરક્રાફ્ટને શોધી કાઢ્યા અને અટકાવ્યા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા અને કેનેડાના NORAD વિમાનોએ આ વિમાનોને પાછા ખદેડ્યા હતા. ફૉક્સ ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે રશિયા અને ચીને અલાસ્કાના કિનારે સંયુક્ત બૉમ્બર્સ મોકલ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો હતો. એજન્સીએ એમ પણ કહ્યું કે રશિયન અને ચીની વિમાનો આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં રહ્યા. તેઓ યુએસ કે કેનેડિયન એરસ્પેસમાં પ્રવેશ્યા નથી. અલાસ્કા એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝૉનમાં આ રશિયન અને ચીની પ્રવૃત્તિને કોઈ ખતરો તરીકે જોવામાં આવી નથી, જો કે, યુએસ તેની દેખરેખ ચાલુ રાખશે.
આ છે ચીની વિમાનોની ખાસિયત
ચીનના H-6 કેટેગરીના એરક્રાફ્ટમાં મિસાઇલ કેરિયર્સ અને એરિયલ રિફ્યૂઅલિંગ ટેન્કર્સ સહિત વિવિધ પ્રકારના એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ સાથે, તેઓ મોટા કદના હથિયારો વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા હતા. આ પ્રકાશનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ચીન અને રશિયન બૉમ્બર્સને રોકવા માટે કયા યુએસ એરક્રાફ્ટ ઉડાન ભરી હતી, પરંતુ સંભવ છે કે યુએસ એર ફોર્સ એફ-16 અથવા એફ-22 એરક્રાફ્ટ સામેલ હતા.
શું કહે છે NORAD ને
નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 24 જુલાઈના રોજ અલાસ્કા એર ડિફેન્સ આઇડેન્ટિફિકેશન ઝૉનમાં કાર્યરત બે રશિયન TU-95 અને બે PRC H-6 લશ્કરી એરક્રાફ્ટને શોધી કાઢ્યા હતા. નજર રાખી હતી અને તેમને રોક્યા હતા. નોરાડે જણાવ્યું હતું કે અમેરિકન અને કેનેડિયન યુદ્ધ વિમાનોએ પ્રવેશ કર્યો હતો અને નોંધ્યું હતું કે રશિયન અને ચીની વિમાનો આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં રહ્યા હતા. તેઓ યુએસ કે કેનેડિયન એરસ્પેસમાં પ્રવેશ્યા નથી.