શોધખોળ કરો
Advertisement
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સૈનિકોને આદેશ, કહ્યું- યુદ્ધ માટે તૈયાર રહો, હાઈ એલર્ટ પર રહેવા....
ભારત અને ચીનની કોર કમાન્ડર સ્તરની સોમવારે થયેલ બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો.
બીજિંગઃ બીજીના જમીન પચાવી જનાર ચીન ફરી યુદ્ધ તરફ જઈ રહ્યું છે. ચીનના રાષ્ટ્રપિત શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. ચીનના ગુઆંગડોંગ વિસ્તારમાં એક સૈન્ય બેઝના પ્રવાસ દરમિયાન શી જિનપિંગે આ વાત કહી છે. શી જિનપિંગે સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશા હાઈ એલર્ટની સ્થિતિમાં રહેવા કહ્યું છે.
સાઉથ ચાઇનાના રિપોર્ટ અુસાર, શી જિનપિંગે પોતાના નિવેદનમાં સૈનિકોને કહ્યું કે, “તમારે તારું મગજ અને પૂરી ઉર્જા યુદ્ધની તૈયારી માટે લગાવવા જોઈએ. સાથે જ તમારે તમારી ટ્રેનિંગમાં યુદ્ધની તૈયારી પર ફોકસ રાખવું જોઈએ. તમારી ટ્રેનિંગના માપદંડો અને લડાકુ ક્ષમતા વધારો”
ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદ છઠ્ઠા મહિનામાં પ્રવેશી ગયો છે. ભારત અને ચીને ખૂબ જ ઉંચાઇવાળા વિસ્તારમાં લગભગ એક લાખ સૈનિકો ખડક્યા છે જે લાંબા ગતિરોથમાં ખડેપગે રહેવાની તૈયારી છે. ભારતીય સૈનિકોએ 29-30 ઓગસ્ટના રોજ રાતે પૈંગોંગ નદીના દક્ષિણી કિનારા સ્થિત રણનીતિક રીતે મહત્ત્વપૂર્ણ અનેક ઉંચાઈ પર કબ્જો કર્યો હતો જેમાં ત્યાં ભારતીય સેનાની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. ભારતીય સેનાએ ચીની સેનાના જવાબમાં સરહદ પર ટેંક અને અન્ય ભારી શસ્ત્રો ઉતાર્યા છે. ફ્યૂઅલ, ભોજન અને ઠંડીમાં કામ આવનાર વસ્તુઓની પૂરતી વ્યવસ્થા કરી છે.
13 કલાક સુધી ચાલી સાતમા તબક્કાની બેઠકમાં કોઈ નિર્ણય ન આવ્યો
ભારત અને ચીનની કોર કમાન્ડર સ્તરની સોમવારે થયેલ બેઠકમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. જોકે બન્ને દેશ વાતચીત માટે આગળ વધવા માગે છે જેથી એલએસી પર ઝડપથી ડિસઇંગ્જમેન્ટ થઈ શકે.
અંદાજે 13 કલાક સુધી ચાલેલ બેઠક બાદ મંગળવારે બન્ને દેશોએ સંયુક્ત પ્રેસ રિલીઝ બહાર પાડીને કહ્યું કે, બન્ને પક્ષોએ ભારત ચીન સરહદના પશ્ચિમી સેક્ટર (પૂર્વ લદ્દાખની નજીક એલએસી પર) ડિસએંગજમેન્ટને લઈને ગહન વિચાર વિમર્શ કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
બોલિવૂડ
Advertisement