શોધખોળ કરો

ઓપરેશન બશાન એરોઃ 48 કલાકમાં ઇઝરાયેલે સીરિયા પર કર્યા 350 હુમલા, મિલિટ્રી બેઝ ધ્વસ્ત

Syria Civil War: ઈઝરાયેલી સેનાએ કહ્યું કે સીરિયાના હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાના રાજકીય હથિયારોના ભંડારને નિશાન બનાવવાનો હતો

Syria Civil War: ઈઝરાયેલે સીરિયાના બશર અલ-અસદ શાસન દરમિયાન બનાવવામાં આવેલા સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને નષ્ટ કરી નાંખ્યુ છે. અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે જોડાયેલા જૂથ એચટીએસે સત્તા પર કબજો કર્યા પછી ઇઝરાયેલી સંરક્ષણ દળો (આઈડીએફ) એ આ સૈન્ય મથકો પર હુમલો કર્યો.

IDFએ મંગળવારે માહિતી આપી હતી કે આ કાર્યવાહી "ઓપરેશન બશાન એરો" હેઠળ કરવામાં આવી હતી, જે 48 કલાક સુધી ચાલી હતી. આ ઓપરેશનમાં અસદ શાસનની લગભગ 80% લશ્કરી ક્ષમતાઓ નાશ પામી હતી. જેરુસલેમ પૉસ્ટના અહેવાલ અનુસાર, અસદ શાસનના પતન બાદ ઈઝરાયેલે અત્યાર સુધીમાં સીરિયામાં 350થી વધુ હુમલા કર્યા છે.

હથિયારોને બનાવવામાં આવ્યા નિશાન 
ઈઝરાયેલી સેનાએ કહ્યું કે સીરિયાના હુમલાનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાના રાજકીય હથિયારોના ભંડારને નિશાન બનાવવાનો હતો. આ સમય દરમિયાન ઇઝરાયેલી નૌકાદળે અલ બાયદા અને લતાકિયા બંદરો પર હુમલો કર્યો, જ્યાં સીરિયન નૌકાદળના 15 જહાજો હાજર હતા. વળી, સીરિયાની એન્ટી એરક્રાફ્ટ બેટરી, એરપોર્ટ અને શસ્ત્રો બનાવતા કેન્દ્રો પણ નાશ પામ્યા હતા. આ હુમલાઓમાં ક્રુઝ મિસાઈલ, સપાટીથી સપાટી અને સપાટીથી દરિયાઈ મિસાઈલ, ફાઈટર પ્લેન, ટેન્ક અને હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે.

દુશ્મનોના હાથોમાં હથિયારો પહોંચતા રોકવાની કોશિશ 
ઈઝરાયેલના મીડિયા અનુસાર, હિઝબુલ્લાહના સીરિયન હથિયારો મેળવવાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે કોઈ હથિયાર દુશ્મનોના હાથમાં ન આવે. યુએન સિક્યૂરિટી કાઉન્સિલને લખેલા પત્રમાં ઇઝરાયેલે હુમલાઓને 'સિમિત અને અસ્થાયી' ગણાવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય તાત્કાલિક સુરક્ષા જોખમોને દૂર કરવાનો હતો.

ગોલાન હાઇટ્સની સુરક્ષા પ્રાથમિકતા 
ઈઝરાયેલનું કહેવું છે કે, આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિયાની સરહદ પર નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. ગોલન હાઇટ્સ વિસ્તારમાં વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને આવી કાર્યવાહી જરૂરી માનવામાં આવી છે.

દમાસ્ક અને દક્ષિણી સીરિયામાં મુખ્ય ઠેકાણાંઓ નિશાન પર 
IDFએ જણાવ્યું હતું કે, મોટાભાગના હુમલા દક્ષિણ સીરિયા અને દમાસ્કસની આસપાસ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓએ ખાસ કરીને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં પ્રક્ષેપિત મિસાઈલો, ઉત્તરપૂર્વીય સીરિયામાં કમિશ્લી એર બેઝ, હૉમ્સના ગ્રામીણ વિસ્તારમાં શિનશાર બેઝ અને દમાસ્કસના દક્ષિણપશ્ચિમમાં અકરાબા એર બેઝને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો

ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?
Embed widget