શોધખોળ કરો
વિશ્વભરમાં કોરોના સંકટ વધ્યું, અત્યાર સુધીમાં 1.92 કરોડ સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 6240 લોકોના મોત
અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે.
![વિશ્વભરમાં કોરોના સંકટ વધ્યું, અત્યાર સુધીમાં 1.92 કરોડ સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 6240 લોકોના મોત corona crisis deepens in the world 1 92 million infected so far 2 71 lakh new cases in 24 hours 6240 deaths વિશ્વભરમાં કોરોના સંકટ વધ્યું, અત્યાર સુધીમાં 1.92 કરોડ સંક્રમિત, છેલ્લા 24 કલાકમાં 6240 લોકોના મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/07133742/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Coronavirus: વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત છે. રોજ બે લાખથી વધારે કેસ સામે આવી હ્યા છે. ભારત, અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસની સંખ્યા અને મોતના આંકડા સૌથી ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વભરમાં 2.71 લાખ નવા કેસ સામે આવ્યા છે જ્યારે 6240 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 1,92,37,000થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે જ્યારે 7.16 લાખથી વધારે લોકોના મોત થયા છે. આ બીમારાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 1.23 કરોડને પાર કરી ગઈ છે. વિશ્વભરમાં હજુ પણ 61.57 લાખ કેસ એક્ટિવ છે.
વિશ્વમાં કેટલા કેસ, કેટલા મોત
અમેરિકા હાલ પણ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા સૌથી ઉપર છે. અહીં સંક્રમણના કેસ 50.31 લાખથી વધુ છે, જ્યારે અત્યાર સુધીમાં એક લાખ 62 હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 58 હજાર નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 1182 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં પણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 54 હજાર નવા કેસ નોંધાયા છે.
અમેરિકા: કેસ- 5,031,906, મોત- 162,783
અમેરિકા: કેસ- 2,917,562, મોત- 98,644
ભારત: કેસ- 2,025,409, મોત- 41,638
રશિયા: કેસ- 871,894, મોત- 14,606
સાઉથ આફ્રીકા: કેસ- 538,184, મોત- 9,604
મૈક્સિકો: કેસ- 456,100, મોત- 49,698
પેરૂ: કેસ- 447,624, મોત- 20,228
ચિલી: કેસ- 366,671, મોત- 9,889
સ્પેન: કેસ- 354,530, મોત- 28,500
કોલંબિયા: કેસ- 357,710, મોત- 11,939
18 દેશોમાં બે લાખથી વધારે કેસ
દુનિયાના 18 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સઉદી અરબ, ઈટાલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમિતોના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોત મામલે પાંચમાં નંબર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)