શોધખોળ કરો
Corona Update: અમેરિકામાં આગામી દિવસો કેવા રહેશે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે શું આપ્યું મોટું નિવેદન? જાણો
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુરુવારે 10 લાખની નજીક પહોંચી ગઈ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ચેતવ્યા છે કે, આગામી દિવસો બહુ જ ભયાનક હશે.

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સંક્રમણના મામલાઓની સંખ્યા ગુરુવારે 10 લાખની નજીક પહોંચી ગઈ છે. બીજી તરફ, મહામારીથી સ્પેનમાં મૃતકોની સંખ્યા 10,000ને પાર પહોંચી ગઈ છે. યૂરોપમાં કોરોના વાયરસ સંક્રમણના પાંચ લાખથી વધુ કેસની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને ચેતવ્યા છે કે, આગામી દિવસો બહુ જ ભયાનક હશે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે, અમેરિકા આ ખતરનાક વાયરસ, ખૂબ ખતરનાક વાયરસની વિરુદ્ધ ચાલુ રાખશે. બીજી તરફ, સ્પેનમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 950 લોકોનાં મોત નિપજ્યાં છે. ત્યાર બાદ મૃતકોની સંખ્યા 10,003 પહોંચી ગઈ છે. નોંધનીય છે કે, મૈડ્રિડ સૌથી પ્રભાવિત ક્ષેત્ર છે જ્યાં 4,175 લોકોનાં મોત નિપજ્યાં છે અને 32 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સમગ્ર દુનિયામાં વાયરસના 9,40,815 કેસ નોંધાયા છે અને 47,836 લોકોનાં મોત નિપજ્યાં છે. ઈટલી બાદ સ્પેનમાં આ વાયરસથી સૌથી વધુ લોકોનાં મોત નિપજ્યાં છે.
વધુ વાંચો





















