શોધખોળ કરો

"હિન્દુ દંપતી 3 સંતાનનો સંકલ્પ લે તો જ લગ્ન કરાવો", સ્વામી પ્રદીપ્તાનંદનું મોટું નિવેદન; જાણો શું છે તેમનો તર્ક?

Swami Pradiptanand statement: ગીતા જયંતિ મહોત્સવમાં સંતોનો સૂર: "હિન્દુ સમાજ લઘુમતી તરફ જઈ રહ્યો છે, સંબંધો બચાવવા અને રાષ્ટ્ર રક્ષા માટે વધુ સંતાનો જરૂરી."

Swami Pradiptanand statement: કચ્છના ભુજ ખાતે યોજાયેલા ગીતા જયંતિ મહોત્સવ દરમિયાન સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ સમાજને લઈને એક મોટું અને મહત્વપૂર્ણ આહ્વાન કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે હવેથી હિન્દુ પરિવારોમાં લગ્ન સમયે દંપતી પાસે ઓછામાં ઓછા 3 સંતાનોનો સંકલ્પ લેવડાવવો જોઈએ. જો કોઈ દંપતી ત્રણ સંતાન માટે તૈયાર ન હોય, તો તેમના લગ્ન ન કરાવવા જોઈએ તેવો અનુરોધ તેમણે કર્યો હતો. સ્વામીજીએ ચિંતા વ્યક્ત કરી હતી કે એક ચોક્કસ વર્ગની વસ્તી વધી રહી છે જ્યારે હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, જેનો આ એકમાત્ર ઉપાય છે. તેમણે ત્રણ સંતાનોનું વિભાજન રાષ્ટ્ર, સમાજ અને પરિવાર માટે કેવી રીતે કરવું તે પણ સમજાવ્યું હતું.

સનાતન ધર્મના રક્ષણ માટે '3 સંતાન'નો સંકલ્પ

દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ સંચાલિત આર્ષ અધ્યયન કેન્દ્ર અને અખિલ કચ્છ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા ભુજમાં ગીતા ગ્રંથયાત્રા સાથે મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મ અને સમાજના રક્ષણ માટે એક નવી વિચારધારા રજૂ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "જ્યારે પણ લગ્ન થાય ત્યારે નવદંપતીએ ભૂદેવો અને સમાજની સાક્ષીએ સંકલ્પ લેવો જોઈએ કે તેઓ 3 સંતાનોને જન્મ આપશે." તેમણે ઉમેર્યું કે જેઓ આ સંકલ્પ લેવા તૈયાર ન હોય, તેમના લગ્ન ન કરાવવા જોઈએ, કારણ કે ઘટતી વસ્તીને રોકવાનો ઉપાય આપણે જાતે જ શોધવો પડશે.

શા માટે જોઈએ ત્રણ સંતાન? સ્વામીજીનું ગણિત

સ્વામી પ્રદીપ્તાનંદે ત્રણ સંતાનો પાછળનો તર્ક આપતા કહ્યું હતું કે, આજના સમયમાં રાષ્ટ્ર અને ધર્મની રક્ષા માટે માનવબળ જરૂરી છે.

પહેલું સંતાન: રાષ્ટ્ર અને દેશની રક્ષા માટે સમર્પિત હોવું જોઈએ.

બીજું સંતાન: સમાજ સેવા અને ધર્મ કાર્ય માટે હોવું જોઈએ.

ત્રીજું સંતાન: પોતાના પરિવારનું ધ્યાન રાખવા અને વંશવેલો આગળ વધારવા માટે હોવું જોઈએ.

તેમણે પ્રશ્ન કર્યો કે, "જો માત્ર એક જ સંતાન હશે, તો શું તે યુદ્ધ કરવા જશે? શું તે સેવા કરવા જશે? કોઈપણ કાર્ય માટે ભાઈ  બહેનનું હોવું જરૂરી છે. સન્યાસ લેવા માટે પણ પાછળ જવાબદારી સંભાળનાર ભાઈ હોવો જોઈએ."

"અમે બે, અમારો એક" વાળી માનસિકતા પર પ્રહાર

સ્વામીજીએ બદલાતી સામાજિક માનસિકતા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે પહેલાના સમયમાં 4  5 સંતાનો હોવા છતાં ઘર સારી રીતે ચાલતા હતા. પરંતુ ધીમે ધીમે "અમે બે, અમારા બે" અને હવે "અમે બે, અમારો એક" કે "અમારું કોઈ નહીં" જેવી વિચારધારા ઘૂસી ગઈ છે. યુવાનો લગ્ન કરવા તૈયાર છે પણ સંતાન માટે તૈયાર નથી, જે કૌટુંબિક વ્યવસ્થા માટે ખતરો છે.

સંબંધો લુપ્ત થવાની ભીતિ

હિન્દુ સમાજ લઘુમતી તરફ જઈ રહ્યો હોવાની ભીતિ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, એક સમય હતો જ્યારે કોઈના પર હુમલો થાય તો તે કહેતો કે "મારા 5 ભાઈઓ ઘરે બેઠા છે", જે એક સુરક્ષા હતી. પરંતુ હવે એક જ સંતાન હોવાને કારણે ભવિષ્યમાં મામા, માસી, ફોઈ અને ફુઆ જેવા લોહીના સંબંધો ઇતિહાસ બની જશે અને કૌટુંબિક માળખું તૂટી જશે. આથી સમાજના પ્રમુખોએ આ વિચારને આગળ વધારવો જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget