શોધખોળ કરો
Advertisement
World Coronavirus Update: વિશ્વમાં સતત ત્રીજા દિવસે સાત લાખથી વધુ કેસ નોંધાયા, જુઓ ટોપ-5 દેશોનું લિસ્ટ
વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 59 લાખને પાર થઈ ગઈ છે.
World Coronavirus Update વિશ્વમાં સતત ત્રીજા દિવસે કોરોનાના સાત લાખથી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે પહેલા કરતાં વધુ ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યું હોવાનું લાગે છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 7.12 લાખ નવા મામલા સામે આવ્યા છે અને 12,308 લોકોના મોત થયા છે. વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 59 લાખને પાર થઈ ગઈ છે. કોરોના વાયરસની ઝપેટમાં આવીને અત્યાર સુધીમાં 16 લાખ 80 હજારથી વધુ લોકોના મોત થયા છે. 5 કરોડ 32 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાની સૌથી વધારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે. મહાસત્તામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં સંક્રમણના મામલા વધી રહ્યા છે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે લાખ 51 હજારથી વધારે કેસ અને 2,774 લોકોના મોત થયા છે.
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 78 લાખને પાર કરી ગઈ છે. જેમાંથી 3 લાખ 20 હજાર લોકોના મોત થયા છે. હાલ અહીં 70 લાખ જેટલા એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર મુજબ કોરોનાથી બીજા સૌથી વધારે પ્રભાવિત દેશ ભારત છે. પણ અહીં સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. અહીં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે.
કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો બ્રાઝીલમાં 71 લાખ, રશિયામાં 27 લાખ અને ફ્રાંસમાં 24 લાખને વટાવી ગયો છે. આ દેશો અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. બ્રાઝીલમાં 1,85,687, રશિયામાં 49,762 અને ફ્રાંસમાં 60,229 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં હજુ પડશે ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
દેશ
Advertisement