શોધખોળ કરો
Advertisement
Corona Vaccine: લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન પત્ની સાથે વેક્સિન લેશે જો બાઇડેન, જણાવ્યું આ કારણ
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા પણ અમેરિકામાં વધી રહ્યા છે.
વોશિંગ્ટનઃ અમેરિકાના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઇડેન અને તેમના પત્ની જીલ બાઇડેન લાઇવ ટેલિકાસ્ટ દરમિયાન કોરોના વેક્સિન લગાવશે. ન્યૂઝ એજન્સી એપી મુજબ બાઇડેને કહ્યું, હું લાઇનથી અલગ રહીને વક્સિન લગાવવા નથી માંગતો. હું અમેરિકાના લોકો સમક્ષ સુનિશ્ચિત કરવા માંગુ છું કે વેક્સિન પૂરી રીતે સુરક્ષિત છે.
હાલ અમેરિકામાં કોરોના સામે રસીકરણની શરૂઆત થઈ ચુકી છે પરંતુ હજુ સુધી લોકોમાં વેક્સિનને લઇ ડર જોવા મળી રહ્યો છે. અનેક સર્વેમાં લોકોએ વેક્સિન લેવાથી અચકાતા હોવાનું જણાવ્યું છે. બાઇડેને કહ્યું કે, સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મીઓ અને સૌથી વધારે ખતરાનો સામનો કરી રહેલા લોકોને પ્રથમિકતા આપીને રસી અપાશે. સાર્વજનિક રીતે રસીકરણથી લોકોમાં વિશ્વાસ ઉભો થશે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. સૌથી વધારે ઝડપથી મામલા પણ અમેરિકામાં વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં એક લાખ 82 હજારથી વધારે નવા કેસ આવ્યા છે અને 1403 લોકોના મોત થયા છે. અમરિકામાં કુલ કોરોના કેસની સંખ્યા 1,82,66,612 પર પહોંચી છે અને 3,24,858 લોકોના મોત થયા છે.
વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સાત કરોડ 71 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાથી 16 લાખ 99 હજારથી વધારે લોકોના મોત થયા છે. 5 કરોડ 40 લાખથી વધારે લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
બેંક મેનેજરે યુવકની પત્નીના કેરેકટર પર કરી કમેન્ટ, થોડા દિવસ પછી ટુકડે ટુકડા થયેલી બેગમાંથી મળી લાશ
સુરતઃ પીએસઆઈ અમિતા આપઘાત કેસમાં પોલીસને કયા મહત્વના પુરાવા અપાયા, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion