શોધખોળ કરો
Advertisement
બેંક મેનેજરે યુવકની પત્નીના કેરેકટર પર કરી કમેન્ટ, થોડા દિવસ પછી ટુકડે ટુકડા થયેલી બેગમાંથી મળી લાશ
12 ડિસેમ્બરે યુવક તેની મહિલા મિત્રના ઘરે ગયો હતો. જે સમયે તેનો પતિ પણ હાજર હતા. આ દરમિયાન તેણે તેના કેરેકટરને લઇ કમેંટ કરી હતી
મુંબઈઃ માયાનગરી મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના પરથી પડદો ઉઠ્યો છે. એક યુવકે મહિલાના કેરેકટરને લઇ કમેન્ટ કરવી મોંઘી પડી હતી. 17 ડિસેમ્બરના રોજ એક ખાનગી બેંકમાં રિલેશનશિપ મેનેજરના પદ પર કાર્યરત 31 વર્ષીય યુવકની ડેડ બોડી 11 ટુકડામાં મળી હતી. આ પહેલા મૃતકના પરિવારજનોએ તે લાપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. યુવક વર્લી વિસ્તારમાં રહેતો હતો.
પોલીસે ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે, મૃતકનું નામ સુશીલ કુમાર છે. તેણે તેની માતાને મિત્ર સાથે પિકનિક પર જતો હોવાનું અને રવિવાર સુધીમાં પરત ફરવાનું કહ્યું હતું. પરંતુ 13 ડિસેમ્બર સુધીમાં પરત ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. કોઈ ભાળ ન મળતાં ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ દરમિયાન નેરોલ પોલીસ સ્ટેશનથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી હોવાનો રિપોર્ટ મળ્યો હતો. બેગ ઉપર સ્ટિકર લગાવેલું હતું. જેની મદદથી પોલીસ બેગ વેચનાર સુધી પહોંચી હતી. જે બાદ દુકાનદારે બેગની ઓળખ કરી અને તે ખરીદનારા સુધી પોલીસ પહોંચી હતી. 31 વર્ષીય સુશીલ અને તેની મહિલા મિત્ર એકબીજાને વર્ષોથી ઓળખતાં હતા.
પોલીસે જણાવ્યું કે, 12 ડિસેમ્બરે યુવક તેની મહિલા મિત્રના ઘરે ગયો હતો. જે સમયે તેનો પતિ પણ હાજર હતા. આ દરમિયાન તેણે તેના કેરેકટરને લઇ કમેંટ કરી. જેને લઈ તેનો પતિ નારાજ થયો હતો અને પ્લાન મુજબ તેના હત્યા કરીને લાશના 11 ટુકડા કરીને ફેંકી દીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement