શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ જાપાનના ક્રૂઝમાં ફસાયેલા 2 ભારતીયોના રિપોર્ટ આવ્યા પોઝિટિવ, જાણો વિગત
ચીનમાં કોરોના વાયરસ અત્યાર સુધીમાં 1100 લોકોના ભાગ લઈ ચુક્યો છે. આ દરમિયાન જાપાનના ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં ફસાયેલા ભારતીયોને લઈ માઠા સમાચાર આવ્યા છે.
નવી દિલ્હીઃ ચીનમાં કોરોના વાયરસ અત્યાર સુધીમાં 1100 લોકોના ભાગ લઈ ચુક્યો છે. આ દરમિયાન જાપાનના ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝમાં ફસાયેલા ભારતીયોને લઈ માઠા સમાચાર આવ્યા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ક્રૂઝમાં ફસાયેલા ભારતીયો પૈકી બે લોકોના રિપોર્ટ પોઝેટિવ આવ્યા છે.
બે દિવસ પહેલા ક્રૂઝના ક્રૂ મેમ્બર ટીમમાં શેફની જવાબદારી સંભાળી રહેલા બિનય કુમાર સરકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરતો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ શક્ય તેટલા વહેલા અહીંથી નીકાળવાની વિનંતી કરી રહ્યા હતા. વીડિયોમાં બિનય કહે છે કે, ક્રૂઝ પર 162 સભ્યો છે, કેટલાક ભારતીય મુસાફરો પણ છે. હાલ 90 ટકા લોકો વાયરસથી બચેલા છે. હું ખાસ કરીને મોદીજીને કહેવા માંગુ છું કે પ્લીઝ, જેટલું ઝડપથી બની શકે તેટલા વહેલા અમને અહીંથી નીકાળવાની કોશિશ કરો. જો જાપાન સરકાર અમારી મદદ ન કરી શકતી હોય તો ભારત સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર મદદ માટે આગળ આવે. જો વાયરસનો ચેપ લાગી જશે તો બાદમાં મદદનો કોઇ ફાયદો નહીં રહે.Two Indian crew on board cruise ship Diamond Princess off Japanese coast test positive for coronavirus: Indian mission in Japan
— Press Trust of India (@PTI_News) February 12, 2020
ઉલ્લેખનીય છે કે યોકોહામાની ઉપડેલા જહાજમાંથી 25 જાન્યુઆરીએ હોંગકોંગનો એક મુસાફર ઉતર્યો હતો. જેની તપાસમાં ખબર પડી કે તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સ્થાનિક મીડિયા પ્રમાણે ક્રૂઝ પર હાજર 130 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે, જેમાંથી 66 નવા મામલા છે. થોડા દિવસ પહેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વિટ કરીને કહ્યું હતું, ક્રૂઝમાં હાજર ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા ભારતીય દૂતાવાસ સતત કોશિશ કરી રહ્યું છે. રવિવારે ક્રૂઝ મેનેજમેન્ટ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસથી પીડિત મુસાફરોમાં 21 જાપાની, 5 ઓસ્ટ્રેલિયન અને 5 કેનેડાના છે. જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 7.59% પહોંચ્યો, ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ નોંધાયો ઘટાડો દિલ્હીઃ કેજરીવાલ કેબિનેટમાં કોને કોને મળશે સ્થાન, જાણો વિગત Delhi Election Results: પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા જે કરે છે તે બરાબર છે ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગતRequesting Indian Govt. to rescue the Crew members & others who are not infected with Coronavirus in Dimond princess from Japan. Help us immediately before everyone get effected.@PMOIndia @AmitShah @MamataOfficial @AbeShinzo @rashtrapatibhvn @DrSJaishankar @cnni @ANI pic.twitter.com/QRSeM44xTd
— Binay Kumar Sarkar (@BinayKumarSark5) February 10, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement