શોધખોળ કરો
Advertisement
દિલ્હીઃ કેજરીવાલ કેબિનેટમાં કોને કોને મળશે સ્થાન, જાણો વિગત
કેજરીવાલના કેબિનેટમાં કોઈ બદલાવ નહીં થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને તેના મંત્રીઓ ગોપનીયતાના શપથ લેશે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના મંગળવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ફરી એક વખત આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની 70 સીટ પૈકી આમ આદમી પાર્ટી(AAP)ને 62 અને ભારતીય જનતા પાર્ટી(BJP)ને 8 સીટ મળી હતી. કોંગ્રેસ સતત બીજી વખત વિધાનસભા ચૂંટણીમાં ખાતું ખોલાવી શકી નથી. કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી હતી.
આ દરમિયાન આજે કેજરીવાલ કેબિનેટને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ કેજરીવાલના કેબિનેટમાં કોઈ બદલાવ નહીં થાય. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 16 ફેબ્રુઆરીએ કેજરીવાલ અને તેના મંત્રીઓ ગોપનીયતાના શપથ લેશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલ સહિત સાત મંત્રીઓ શપથ લેશે. જેમાં મનીષ સિસોદિયો, સત્યેન્દ્ર જૈન, ગૌપાલ રાય, કૈલાશ ગહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર પાલ ગૌતમના નામ છે.Sources: All Delhi ministers to again take oath as ministers in the new term.Portfolio allocation to be done later pic.twitter.com/nyQ6nizDdL
— ANI (@ANI) February 12, 2020
આજે અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો સાથે તેમના નિવાસ સ્થાને મીટિંગ કરી હતી. ધારાસભ્યોની સર્વસંમતિથી કેજરીવાલને વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા. સરકાર બનાવવાનો દાવો કરતા પહેલા આ ઔપચારિકતા જરૂરી છે.दिल्ली के बेटे @ArvindKejriwal जी और उनके नेतृत्व में नई सरकार 16 फ़रवरी को रामलीला मैदान में मुख्यमंत्री पद की शपथ लेगी. मेरी आप सबसे अपील है कि अपने बेटे को आशीर्वाद देने और उनका हौसला बढ़ाने के लिए आप भी 10 बजे से वहाँ ज़रूर पहुँचे. : @msisodia pic.twitter.com/iaLtxv2WfR
— AAP (@AamAadmiParty) February 12, 2020
Delhi Election Results: પ્રિયંકા ગાંધીએ કહ્યું, જનતા જે કરે છે તે બરાબર છે ગુજરાત કોંગ્રેસના કયા દિગ્ગજ નેતાએ કેજરીવાલને જીતના આપ્યા અભિનંદન, જાણો વિગત મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ આતંકી હાફિઝ સઇદને પાકિસ્તાની કોર્ટે સંભળાવી 5 વર્ષની સજા, જાણો વિગત બુમરાહે વન ડેના નંબર વન બોલરનું સ્થાન ગુમાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે 3 વન ડેમાં નહોતો ઝડપી શક્યો એક પણ વિકેટAAP National Convener @ArvindKejriwal chosen as the leader of the legislative party in Delhi Assembly. pic.twitter.com/2j3qKFSbHe
— AAP (@AamAadmiParty) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement