Coronavirus: ભારતથી આ દેશમાં જશો તો થશે 5 વર્ષની જેલ ને લાગશે તોતિંગ દંડ, જાણો વિગત
ઓસ્ટ્રેલિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે કહ્યું, આ પ્રતિબંધ 3 મેથી લાગુ થશે. નિયમ તોડનારા પર દંડ લાગશે અને તેમને 5 વર્ષની જેલ પણ થઈ શકે છે. સરકાર આ પ્રતિબંધ પર 15 મેના રોજ ફરી વિચારણા કરશે.
સિડનીઃ કોરોના વાયરસના (Coronavirus) પ્રકોપને જોતાં ઓસ્ટ્રેલિયા સરકારે ભારતમાં રહેતા તેના નાગરિકો માટે કડક પગલાં લેવાનો ફેંસલો કર્યો છે. ભારતમાં છેલ્લા 14 દિવસથી રહેતા ઓસ્ટ્રેલિયન નાગરિકો હાલ તેમના દેશ પરત નહીં ફરી શકે.
ઓસ્ટ્રેલિયન સરકારના એક આદેશ મુજબ, સરકારે ભારતમાં છેલ્લા 14 દિવસથી રહેતા નાગરિકો પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો કોઈ નાગરિક દેશમાં પ્રવેશ કરવાની કોશિશ કરશે તો તેના પર દંડ લગાવવામાં આવી શકે છે. એટલું જ નહીં જેલ પણ થઈ શકે છે, તેમ ઓસ્ટ્રેલિયા સરકારના અધિકારીઓ જાણકારી આપી હતી.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ભારતથી ઓસ્ટ્રેલિયા પરત ફરવાના કૃત્યને ગુનાહિત શ્રેણીમાં નાંખ્યું છે. ઓસ્ટ્રેલિયા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે કહ્યું, આ પ્રતિબંધ 3 મેથી લાગુ થશે. નિયમ તોડનારા પર દંડ લાગશે અને તેમને 5 વર્ષની જેલ પણ થઈ શકે છે. સરકાર આ પ્રતિબંધ પર 15 મેના રોજ ફરી વિચારણા કરશે. આ સંકટના સમયમાં અમે ભારતીય-ઓસ્ટ્રેલિયા સમુદાય પર છે.
દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ
દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,993 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3523 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,99,988 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 91 લાખ 64 હજાર 969
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 56 લાખ 84 હજાર 406
- કુલ એક્ટિવ કેસ - 32 લાખ 68 હજાર 710
- કુલ મોત - 2 લાખ 11 હજાર 853
ભરૂચ કોવિડ હોસ્પિટલ દુર્ઘટનાની જુઓ દર્દનાક તસવીરો
Coronavirus Cases India: કોરોનાનો અજગરી ભરડો, દેશમાં પ્રથમ વખત નોંધાયા 4 લાખથી વધુ કેસ