શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ સૈન્ય બોલાવીને આ દેશે 10 દિવસમાં તૈયાર કરી 4000 બેડની હોસ્પિટલ
આ અગાઉ ચીને 10 દિવસમાં એક હજાર બેડની હોસ્પિટલ બનાવી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે સૈન્ય બોલાવીને બ્રિટને 10 દિવસમાં 4000 બેડની ઇમરજન્સી હોસ્પિટલ તૈયાર કરાવી છે. તેને નાઇટેંગલ હોસ્પિટલ નામ આપવામાં આવ્યું છે. બુધવારથી આ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર શરૂ થઇ જશે. આ અગાઉ ચીને 10 દિવસમાં એક હજાર બેડની હોસ્પિટલ બનાવી હતી.
વાસ્તવમાં પૂર્વ લંડનના ડોકલેન્ડ જિલ્લામાં એક્સેલ કન્વેશન સેન્ટર હતું. કન્વેશન સેન્ટરને હોસ્પિટલમાં ફેરવી દેવામાં આવ્યું છે. હોસ્પિટલમાં બે-બે હજાર બેડના બે વોર્ડ બનાવવામાં આવ્યા છે. બે વખત ઇરાક અને એક વખત અફઘાનિસ્તાનનો પ્રવાસ કરી ચૂકેલા કર્નલ એશલેગ બોરેમે કહ્યું કે, આ હોસ્પિટલ તૈયાર કરવી મારી જિંદગીનું સૌથી મોટું મિશન હતું. તેમણે કહ્યું કે, બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહી છે. તેમણે કહ્યું કે, મિલિટ્ર્રીનો હંમેશા એક ઉદેશ્ય હોય છે કે લોકોનો જીવ બચાવવો. એશલેગે 1992માં આર્મી જોઇન કરી હતી અને થોડા સપ્તાહમાં તે નિવૃત થઇ રહ્યા છે.
લંડન સિવાય બ્રિટનના માન્ચેસ્ટર, બર્મિઘમ અને ગ્લાસકોમાં પણ ઇમરજન્સી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 25 હજારથી વધુ કેસ નોંધાયા છે અને આવનારા દિવસોમાં તે વધી શકે છે. જ્યારે 1700 લોકોના મોત થઇ ચૂક્યા છે. બ્રિટનના વડાપ્રધાનને પણ કોરોના થયો છે. નોંધનીય છે કે આ અગાઉ ચીને વુહાનમાં 10 દિવસની અંદર એક હજાર બેડની હોસ્પિટલ બનાવી હતી જેની ખૂબ ચર્ચા થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement