શોધખોળ કરો
Advertisement
ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર, અત્યાર સુધી 41 લોકોના મોત
ચીનમાં કોરોના વાયરસની ચપેટમાં આવવાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે અને 1300થી વધારે લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે.
નવી દિલ્હી: ચીનમાં કોરોના વાયરસની ચપેટમાં આવવાથી અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા છે અને 1300થી વધારે લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે. આ જ કારણે હાલના દિવસોમાં ચીનથી ભારત પરત ફરેલા સેંકડો લોકોમાંથી 11 લોકોને તપાસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. જેમાંથી સાત કરેલમાં, બે મુંબઈમાં અને એક એક હૈદરાબાદ અને બેંગલુરૂમાં રાખવામાં આવ્યા છે.
પ્રશાસને સૌથી વધારે પ્રભાવિત પાંચ શહેરો વુહાન, ઈઝોઉ, હુઆંગગૈંગ, ચિબી અને ઝિઝિયાંગથી લોકોને બહાર જવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટ્રેન રોકી દેવામાં આવી છે. લોકોને કારણ વગર ઘરેથી ન નીકળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ 11 લોકોમાં મુંબઈ હોસ્પિટલમાં રાખવામાં આવેલા બે લોકો અને હૈદરાબાદ અને બેંગલુરૂમાં રાખવામાં આવેલા એક-એક વ્યક્તિના મામલા નકારાત્મક આવ્યા છે. કેરલના અધિકારીએ જણાવ્યું કે 73 લોકોના સ્વાસ્થ્યની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે કે આ લોકો કોરોના વાયરસથી પ્રભાવિત તો નથી થયા ને. ચીનમાં મોટી સંખ્યામાં લોકો કોરોના વાયરસ જોવા મળ્યો છે.
20 રાજ્યોમાં 1072 લોકોને આ વાયરસનું ઈન્ફેક્શન હોવાની શક્યતા છે. શુક્રવાર સુધીમાં આ વાયરસના કારણે 41 લોકોના મોત થયા છે. ચીનના જે 5 શહેરોમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ સામે આવ્યા છે તે શહેરોને લોકડાઉન કરી દેવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion