શોધખોળ કરો
દુનિયાભરમાં કોરોનાનો કેર, છેલ્લા 24 કલાકમાં 74 હજાર નવા કેસ નોંધાયા, કુલ આંકડો 42 લાખે પહોંચ્યો
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 42 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી 2 લાખ 87 હજાર 137 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વળી 15 લાખ 26 હજાર 975 લોકો સંક્રમણથી મુક્ત થયા છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે, કોરોના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. 212 દેશોમાં છેલ્લા 24 કલાકમાં 74,228 નવા કેસો સામે આવ્યા છે, આ કેસો સામે આવ્યા બાદ મરનારાઓની સંખ્યામાં 3,403નો વધારો થઇ ગયો છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 42 લાખથી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમાંથી 2 લાખ 87 હજાર 137 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. વળી 15 લાખ 26 હજાર 975 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દુનિયામાં લગભગ 73 ટકા કોરોનાના કેસો માત્ર દેસ દેશોમાંથી નોંધાયા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા લગભગ 31 લાખ છે.
દુનિયાભરના કુલ કેસોમાં લગભગ એક તૃત્યાંશ કેસો અમેરિકામાંથી નોંધાયા છે, અને લગભગ એક તૃત્યાંશ મોત પણ અમેરિકામાં જ થયા છે. અમેરિકા બાદ યુકેમાં કોરોનાએ સૌથી વધુ કેર વર્તાવ્યો છે, અહીં 32,065 લોકોના મોતની સાથે અહીં સંક્રમિતોનો આંકડો 223,060 સુધી પહોંચી ગયો છે.
જોકે, યુકેમાં દર્દીઓની સંખ્યા સ્પેનથી ઓછી છે, આ બાદ રશિયા, ફ્રાન્સ, જર્મની, તુર્કી, ઇરાન, ચીન, બ્રાઝિલ, કેનેડા જેવા દેશો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement