શોધખોળ કરો

કોરોના વાયરસને માણસોમાં ફેલાવવા માટે વધારે ચેપી બનાવવામાં આવ્યો હોવાની કોણે આશંકા વ્યક્ત કરી ?

સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાયરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસનો (Coronavirus) કહેર ઘટી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી એક લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન નેચર નામના જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં શંકા જાહેર કરવામાં આવી છે કે કોરોના વાયરસને માણસોમાં વધારે ઝડપથી ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો હોઇ શકે છે. કોરોના વાયરસમાં ઘણાં અસામાન્ય લક્ષણો છે. તેમાં જેનેટિક સિકવન્સ સિગ્નલિંગનું પણ એક પાસું છે તેના કારણે કોરોના માનવનિર્મિત હોવાની શંકા જાય છે. તેમાં કોષમાં રહેલાં પ્રોટીનને નિર્દેશિત કરી શકાય છે.

સામાન્ય રીતે આ પ્રકારના વાયરસમાં મળતાં પ્રોટીનમાં સિકવન્સ સિગ્નલિંગ જોવા મળતું નથી. આ અભ્યાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે કે એવું લાગે છે કે આ વાયરસને એક માણસમાંથી બીજા માણસમાં ફેલાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યોે છે. સિકવન્સ સિગ્નલિંગ ઉપરાંત વાયરસની ફોરીન ક્લિવેજ સાઇટ પણ માનવનિર્મિત હોવાનું લાગે છે.

કેલિફોર્નિયાના વાયરોલોજિસ્ટ ક્રિશ્ચિયન એન્ડરસનના જણાવ્યા અનુસાર ફોરીન ક્લિવેજ સાઇટ એક એવો ગુણ છે જે વાયરસને માનવકોષમાં પ્રવેશ કરી આપે છે. આ ફોરીન સાઇટ કોરોનાના સ્પાઇક પ્રોટીનમાં છે. ફોરીન સાઇટ અગાઉ પણ કોરોનામાં જોવા મળી હતી પણ કોવિડ-19માં એકસાથે આવા ગુણો એકસાથે એકત્ર થવાથી તે વધારે ચેપી બન્યો છે. 

બીજી તરફ કોરોના વાયરસ કુદરતી હોવાના પુરાવા પણ મળ્યા નથી. આ વાયરસનો જિનોમ હોર્સ શુ જાતિના ચામાચિડિયાના જિનોમ સાથે 95 ટકા સામ્યતા ધરાવે છે. જો આ વાયરસ ચામાચિડિયામાંથી માણસમાં ફેલાયો હોય તો તેનું પ્રમાણ વધારે હોવું જોઇએ.  તેથી જે વિજ્ઞાાનીઓ તેને કુદરતી માને છે તેમનું કહેવું છે કે તે બીજા કોઇ પ્રાણીમાંથી થઇને માણસમાં ફેલાયો છે. વિજ્ઞાાનીઓએ અત્યાર સુધીમાં 80,000 પ્રાણીઓના જિનોમને તપાસ્યા છે પણ આ પ્રાણી કયું છે તે જાણી શકાયું નથી. 

ભાજપ શાસિત આ રાજ્યમાં બન્યું કોરોના માતાનું મંદિર, જાણો વિગતે

ટોપ સ્ટોરી

US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
US-Iran News: ટ્રમ્પ ઈરાન સાથે દરેક ડીલ કરવા તૈયાર, સામે મૂકી આ મોટી શરત
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
ટ્રમ્પ અને શી જિનપિંગ મુલાકાત બાદ અમેરિકા-ચીને પાડ્યો મોટો ખેલ! ભારત પર શું થશે અસર?
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
South Africa: દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં અંધાધૂંધ ફાયરિંગ; 27 ના મોત, 26 ઘાયલ
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું
બિલ ગેટ્સની ભયાનક ચેતવણી: AI થી 100 કરોડ લોકોના જીવ જોખમમાં? જાણો શું કહ્યું

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
ગુજરાત HC ની ડબલ બેન્ચે કેજરીવાલની અરજી ફગાવી: PM મોદી ડિગ્રી કેસમાં શું બન્યું?
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
શેરબજારમાં 4 દિવસમાં ₹14 લાખ કરોડનું ધોવાણ: સેન્સેક્સ 2700 પોઇન્ટ તૂટવાના આ છે 3 કારણો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે આગામી 3 દિવસ વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!
Embed widget