શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
USમાં કોરોનાનો કહેરઃ 24 કલાકમાં 700થી વધારેના મોત, કુલ 1.87 લાખથી વધારે લોકોને લાગ્યો ચેપ
અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે.વિશ્વમાં સૌથી વધારે સંક્રમિત કેસ હાલમાં અમેરિકામાં છે.
નવી દિલ્હીઃ વિશ્વની મહાશક્તિ અમેરિકા કોરોના વાયરસતી કોવિડ-19થી સૌથી વધારે પ્રભાવિત થનાર દેશ બનવા જઈ રહ્યો છે. અમેરિકામાં કોરોનાનો કહેર એટલો વધી ગયો છે કે ત્યાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 1.87 લાખ જેટલી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 700થી વધારે લોકોના મોત થયા ચે. અમેરિકામાં મરનારા લોકોની કુલ સંખ્યા ચીન કરતાં પણ વધી ગઈ છે.
વ્હાઇટ હાઉસે વ્યક્ત કરી આશંકા
વ્હાઇટ હાઉસે આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાથી મરનારા લોકોની સંખ્યા એક લાખથી લઈને બે લાખ ચાલીસ હજાર સુધી જઈ શકે છે. આશ્ચર્યની વાત એછે કે વ્હાઇટ હાઉસે કહ્યું કે, જો લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન ન કરે તો દેશમાં મરનારા લોકોનો આંકડો 15થી 22 લાખ સુધી જઈ શકે છે.
વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં જ રેહવાના આદેશ
વિશ્વમાં સૌથી વધારે સંક્રમિત કેસ હાલમાં અમેરિકામાં છે. ન્યૂયોર્ક બાદ અમેરિકાની રાજધાનીમાં વોશિંગ્ટનમાં પણ તમામ લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.
USમાં કુલ મરનારા લોકોની સંખ્યા 3000ને પાર પહોંચી
અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા 3000ને પાર થઈ ગઈ છે અને તે અમેરિકાના 100 વર્ષના ઈતિહાસમાં કોઈપણ માનવીય ત્રાસદીને કારણે થનારા મોતના આંકડામાં સૌથી વધારે છે. અમેરિકામાં 9/11ની ઘટનામાં માર્યા ગયેલ લોકો કરતાં પણ વધારે મોત કોરોના વાયરસના સંક્રમણને કારણે થયા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે લોકડાઉનની જાહેરાત ન કરી
અમેરિકામાં દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી છે હોવા છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં લોકડાઉનની જાહેરાત ન કરી. અમેરિકામાં લોકો હાલમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકો માટે રાહત પેકેજની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion