શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયામાં ફરી 4 લાખથી વધુ આવ્યા કેસ, અત્યાર સુધીમાં 11 લાખથી વધુ સંક્રમિતોના મોત, 1 કરોડ એક્ટિવ કેસ
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. અહીં ઝડપથી મામલા વધી રહ્યા છે.
Coronavirus: વિશ્વભરમાં કોરોના મહામારી ફરીથી ભયંકર રૂપ ધારણ કરી રહી છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સવા ચાર કરોડને પાર પહોંચી ગઈ છે. જેમાંથી 11 લાખથી વધુ દર્દી જીવ ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 4.52 લાખ કોરોના મામલા આવ્યા અને 5,592 લોકોના મોત થયા. અમેરિકામાં સૌથી વધારે મામલા નોંધાયા હતા. જે બાદ ભારત, ફ્રાંસ, બ્રાઝીલ, ઈટાલી, બેલ્જિયમ, રશિયામાં સૌથી વધુ મામલા નોંધાયા હતા.
વર્લ્ડોમીટર પ્રમાણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 4 કરોડ 29 લાખ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. તેમાંથી 11 લાખ 54 હજારે જીવ ગુમાવ્યો છે. જ્યારે 3 કરોડ 16 લાખ દર્દી ઠીક થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 કરોડ થઈ ગઈ છે.
કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોના લિસ્ટમાં અમેરિકા ટોચ પર છે. અહીં ઝડપથી મામલા વધી રહ્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 79 હજારથી વધારે કેસ આવ્યા છે. USAમાં કોરોના કેસની સંખ્યા 88 લાખને પાર થઈ ગઈ છે, જ્યારે 2.30 લાખથી વધુ લોકોના મોત થયા છે. જે બાદ ભારત બીજા ક્રમે છે. અહીં સંક્રમતોની સંખ્યા 78 લાખને પાર થઈ ગઈ છે અને 1.18 લાખથી વધુ લોકોનો મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion