શોધખોળ કરો
Advertisement
કોરોના વિરુદ્ધ લડાઇ માટે જી-20ની આજે ઇમરજન્સી બેઠક, PM મોદી વીડિયો કોન્ફરન્સથી લેશે ભાગ
સમિટમાં કોરોના વિરુદ્ધ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇ કેવી રીતે જીતી શકાય તેના સમાધાન માટે આજે જી-20ની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સ મારફતે આ બેઠકમાં ભાગ લેશે. કોરોનાના કારણે આ વખતે સમિટ વીડિયો કોન્ફરન્સ મારફતે થઇ રહી છે. જેથી તેને જી-20 વર્ચ્યુઅલ નામ આપવામાં આવ્યું છે. આ વખતે સાઉદી અરેબિયા જી-20 સંમેલનનું આયોજન કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, કોરોના મહામારીનો સામનો કરવામાં જી-20 એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોરોના વાયરસને અટકાવવા અને તેની અસર ઓછી કરવાના ઉપાયો પર ચર્ચા થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે આજે આ મુદ્દા પર ચર્ચાની આશા રાખી રહ્યા છે. જી-20 બેઠક દરમિયાન કોરોના વાયરસની સારવારને લઇને ચર્ચા થવાની આશા છે. આ દરમિયાન સભ્ય દેશ એક પેકેજ પણ જાહેર કરી શકે છે. નોંધનીય છે કે જી-20 સમિટમાં 19 ઔધોગિક દેશ અને યુરોપિયન યુનિયન ભાગ લઇ રહ્યું છે.
સમિટમાં કોરોના વિરુદ્ધ એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. સૂત્રોના મતે વીડિયો કોન્ફરન્સ ગુરુવારે સાંજે સાડા પાંચ વાગ્યાથી લઇને સાંજે સાત વાગ્યા સુધી હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement