શોધખોળ કરો
કોરોનાને લઇને સંયુક્ત રાષ્ટ્રનું નિવેદન- ફક્ત વેક્સીન જ દુનિયાને સામાન્ય સ્થિતિમાં લાવી શકશે
આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ફક્ત એક વેક્સીન જ દુનિયાને સામાન્ય સ્થિતિમાં લાવી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. એક લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયામાં અડધાથી વધુ દેશોમાં લોકડાઉન છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે ફક્ત એક વેક્સીન જ દુનિયાને સામાન્ય સ્થિતિમાં લાવી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુતેરસે કોરોના વાયરસના મામલા પર કહ્યું કે, કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. એવામાં જો દુનિયા ફરી સામાન્ય સ્થિતિમાં બની જાય છે તો તે એક વેક્સીનના કારણે જ થઇ શકે છે. જો કોરોના વાયરસની જલદી દવા બની જાય છે તો દુનિયા માટે સારુ રહેશે.
સંયુક્ત રાષ્ટ્રના વડાએ કહ્યું કે, તેમને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં દુનિયામાં શાનદાર વેક્સીન તૈયાર થઇ જશે. એન્ટોનિયો ગુતેરસે આ વાત આફ્રિકન દેશોને વીડિયો કોન્ફરન્સ મારફતે કહી હતી. ગુતેરસે અપીલ કરી હતી કે દુનિયાને કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સીન બનાવવામાં એક થવાનું છે. તમામ દેશ સાથે મળી કામ કરે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી 25 માર્ચના રોજ બે બિલિયન ડોલર એકઠા કરવાની અપીલ કરવામાં આવી હતી. જેથી કોરોના મહામારીનો સામનો કરી શકાય પરંતુ અત્યાર સુધી 20 ટકા રકમ એકઠી કરી શકાઇ છે.
આફ્રિકન દેશોમાં કોરોના વાયરસના ટેસ્ટની સુવિધા ઓછી છે. એવામાં સંયુક્ત રાષ્ટ્ર તરફથી આ મામલા પર મદદ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો આંકડો 20 લાખ પાર કરી ચૂક્યો છે જ્યારે એક લાખ 30 હજારથી વધુના મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement