Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?
Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?
વિરમગામમાં ડાંગર કૌભાંડને લઇને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સ્પષ્ટતા સામે આવી છે. ડાંગર કૌભાંડમાં સરકાર જ ફરિયાદી બની છે. આરોપીમાંથી છ થી સાત આરોપી તો સરકારી એટલે કે ગોડાઉન મેનેજર અને ત્યાં કામ કરતા લોકો છે અને એક કોઈ સુફિયાન છે. ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ. આરોપીઓને સખ્ત સજા મળવી જોઈએ, ધરપકડ થવી જોઈએ, તેમની પાછળ કોઈપણ હોય તેમને છોડવા ન જોઈએ. પોલીસે ચાર આરોપીને પકડ્યા છે, બીજાને ટુંક સમયમાં પકડશે. અમુક લોકો સોશ્યલ મીડિયામાં જેમ તેમ લખવાના આદતી બની ગયા હોય. ઘરમાં પોતાના કીધું મમ્મી શાક પણ ન બનાવતી હોય તે સલાહ આપે.
કોંગ્રેસ નેતા મનહર પટેલે આરોપ લગાવ્યો છે કે, ટેકાના ભાવની ખરીદી ભ્રષ્ટાચાર થી મુકત નથી બની. વિરમગામમાં થયેલ ડાંગરના ભષ્ટાચારને દબાવવામાં આવેલ. વિરમગામના ઈનામદાર મામલતદારે ભષ્ટાચારની ફરિયાદ નોંધાવી. 31/12/2024 ના રોજ નોઁધાવી ફરિયાદ. હજુ 5 આરોપીઓ પોલીસ પકડથી દૂર. હાર્દિક પટેલ પર કર્યા આકરા પ્રહાર. વિરમગામના ઘારાસભ્ય હાર્દિક પટેલને મનહર પટેલના સીધા સવાલ. ડાંગરના આરોપી સાથે ફોટો આવ્યા સામે. આપના વિસ્તારમાં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. આ ઓરાપીને આસરો આપવાનું કામ કોણ કરે છે???





















