શોધખોળ કરો
સુંદર દેખાવાની ઘેલછામાં મહિલાએ ખર્ચ્યા 8 કરોડ રૂપિયા! નાકથી લઈ બ્રેસ્ટ સુધી 13 સર્જરી કરાવ્યા પછી....
નાકથી લઈને બ્રેસ્ટ અને પાંસળી સુધીની સર્જરી, લાખો ફોલોઅર્સ ધરાવતી મહિલાનો ચોંકાવનારો ખુલાસો.

સુંદર દેખાવાની ઘેલછામાં લોકો શું નથી કરતા! કેટલાક લોકો ક્રીમ અને બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, તો કેટલાક પોતાના બજેટ પ્રમાણે સુંદરતા પર પૈસા ખર્ચે છે. પરંતુ બ્રાઝિલની એક મહિલાએ સુંદર દેખાવા માટે હદ વટાવી દીધી છે.
1/6

બ્રાઝિલના સાઓ પાઉલોમાં રહેતી જાનેના પ્રજરેસે સુંદર દેખાવા માટે પોતાના શરીર પર એક નહીં, બે નહીં પરંતુ કુલ 13 સર્જરી કરાવી છે, જેના પર તેણે 8 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
2/6

આ સમયગાળા દરમિયાન મહિલાએ 7 લાખ 60 હજાર પાઉન્ડની કિંમતની ઘણી સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓ કરાવી હતી.
3/6

જાનેનાએ ત્રણ વખત નાકની સર્જરી, ચાર વખત લિપોસક્શન, ત્રણ બ્રેસ્ટ સર્જરી, બટ ફીલર્સ, ફેસલિફ્ટ અને પાંસળી પણ કઢાવી છે.
4/6

જાનેનાનું કહેવું છે કે તે સૌથી સુંદર દેખાવા માંગે છે અને તેને પોતાની સુંદરતા પર ખૂબ ગર્વ છે.
5/6

બ્રાઝિલના સાઓ પાઉલોની રહેવાસી જાનેના પ્રજારેસના ઇન્સ્ટાગ્રામ પર 7.12 લાખ ફોલોઅર્સ છે.
6/6

જાનેનાએ ખુલાસો કર્યો છે કે તેની સુંદરતા કુદરતી નથી, પરંતુ તેણે તેને પૈસા આપીને 'ખરીદી' છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે.
Published at : 20 Jan 2025 07:35 PM (IST)
આગળ જુઓ
Advertisement