શોધખોળ કરો
Advertisement
WWE સુપરસ્ટાર ‘ધ રોક’ પરિવાર સહિત થયો કોરોના સંક્રમિત, વીડિયો શેર કરીને જણાવી ફીલિંગ્સ
ડ્વેને કહ્યું, આ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ અને પડકારજનક ઘટના છે.
‘ધ રોક’ના નામથી વિશ્વભરમાં જાણીતા ડબલ્યુ ડબલ્યુ ઈ સુપરસ્ટાર ડ્વેન જોનસન કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેની સાથે પત્ની અને પુત્રીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી 11 મિનિટ લાંબા ઈન્સ્ટાગ્રામ વીડિયો પોસ્ટમાં આપી છે. તેણે કહ્યું મારી પત્ની લોરેન અને 4 તથા 2 વર્ષની દીકરીઓ જેસ્મિન અને ટિયાના પણ વાયરસથી સંક્રમિત થઈ છે.
ડ્વેને કહ્યું, આ મારા જીવનની અત્યાર સુધીની સૌથી મુશ્કેલ અને પડકારજનક ઘટના છે. તેણે કહ્યું, કોવિડ-19થી ઠીક થવું અન્ય કોઈ ગંભીર ઈજાથી અલગ છે. મારી પ્રથમ પ્રાથમિકતા મારા પરિવાર અને બાળકોને બચાવવાની છે. કદાચ, માત્ર હું જ કોરોના વાયરસથી સંક્રમિત થયો હોત.
તેણે આગળ કહ્યું, મારો પૂરો પરિવાર સંક્રમિત થયો છે. અમે પરિવારના સભ્યો એકબીજાથી ઘણા દૂર છીએ અને વધારો લાંબા સમય સુધી સંક્રમિત નહીં રહી શકીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement