Hun To Bolish : હું તો બોલીશ : રાખડી બાંધવા તો દિકરીને જન્મવા દો
આવતીકાલે ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. રક્ષાબંધન પહેલા જ સુરતમાં ગર્ભ પરિક્ષણના રેકેટનો પર્દાફાશ થયો હતો. ગેરકાયદે ગર્ભ પરિક્ષણના આરોપમાં સુરતમાં બે તબીબ અને એક વચેટિયા વિરુદ્ધ સુરતની અમરોલી પોલીસમાં ગુનો નોંધાયો હતો. અમરોલીની શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોષી અને લિંબાયતના ઓમ સાંઈ ક્લિનિકના ડોક્ટર વિજય ઝડફીયા વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખીને લિંબાયતની ઓમ સાંઈ ક્લિનિકમાં દરોડા પાડ્યા હતા. જેની વધુ તપાસમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણના કૌભાંડનો રેલો અમરોલીની શિવમ હોસ્પિટલ સુધી પહોંચ્યો હતો. પરિક્ષણમાં બાળકી હોય તો ડોક્ટર વિજય ઝડફીયા દર્દીને અન્ય હોસ્પિટલમાં ભ્રૃણ હત્યા કરાવવા મોકલતા હોવાનો આરોપ છે. જે માટે ડોક્ટર વિજય ઝડફીયા 10થી 15 હજાર સુધીનો ચાર્જ વસુલતા હતા. જે માટે મુકેશ નામનો રિક્ષાચાલક તેની મદદ કરતો હતો. મુકેશ રિક્ષામાં મહિલાઓને અમરોલીની શિવમ હોસ્પિટલના ડોક્ટર હિતેશ જોશી પાસે લઈ જતો હતો. જે માટે તેને કમિશન પણ મળતુ હતુ. તપાસમાં રોજના ત્રણથી ચાર ગર્ભ પરિક્ષણ કરતા હોવાનો ખુલાસો થયો છે. ગેરકાયદે ગર્ભ પરિક્ષણનું આ રેકેટ દક્ષિણ ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલુ હોવાનો તપાસમાં ખુલાસો થયો છે





















