શોધખોળ કરો
Advertisement
Coronavirus: ડોનાલ્ડ ટ્રંપનો કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, આ કારણે કરાવ્યો હતો ટેસ્ટ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. અમેરિકામાં અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે અને 2800થી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે.
નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના સતત કોહરામ મચાવી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધી 2 લોકોના મોત કોરોનાથી થઈ ચૂક્યા છે. ત્યારે દુનિયાભરમાં પાંચ હજારથી વધુના મોત થયા છે. અમેરિકા પણ કોરોનાની ચપેટમાં આવી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધી 57 લોકોના મોત થયા છે અને 2800થી વધુ લોકો સંક્રમિત મળી આવ્યા છે. એવામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ ઉપરાંત ટ્રંપે કોરોનાથી લડવા માટે 37 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. ટ્રંપે કહ્યું હતું કે હું પણ કોરોના ટેસ્ટ કરાવીશ, ત્યારે હવે તેમનો રિપોર્ટ આવી ગયો છે અને તે નેગેટિવ છે.
હાલમાં જ ટ્રંપે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ, તેમના પ્રતિનિધિમંડળના એક અધિકારી કોરોના પોઝિટવ હોવાનું સામે આવ્યું હતું. તેના બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપે પણ કહ્યું હતું કે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવશે. શુક્રવારે ટ્રંપનું કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વ્હાઈટ હાઉસના ડૉક્ટરોએ મીડિયાને જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રંપની કોરોના રિપોર્ટ નેગેટિવ છે.
ઉલ્લેખની છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 ના મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.
ભારતમાં અત્યાર સુધી 84 કેસ નોંધાયા છે. આગરાના જિલ્લા અધિકારીએ એક મહિલા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે. આ મહિલા કોરોના સંદિગ્ધ હતી અને બંગલુરુ, દિલ્હી થઈને આગરા પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion