કયા મોટા દેશમાં તબલીગી જમાત પર લાદ્યો પ્રતિબંધ, આતંકવાદ સાથે સરખાવીને શું કહેવાયુ તબલીગીઓ વિશે.......
સાઉદી અરબ સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ મુક્યા બાદ દાવો કર્યો છે કે તબલીગી જમાત આતંકવાદનું પ્રવેશદ્વાર છે, તેથી તેના પર પ્રતિબંધ મુકવો જરૂરી છે
નવી દિલ્હીઃ સુન્ની મુસલમાનોનુ સૌથી મોટુ સંગઠન કહેવાતુ તબલીગી જમાત પર હવે મોટો ખતરો તોળાઇ રહ્યો છે. સાઉદી આરબમાં સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ લગાવી દીધો છે, સાઉદી આરબે તેને આતંકવાદનુ સૌથી મોટુ દ્વારા બતાવતા તબલીગી જમાત પુરેપુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે.
સાઉદી અરબ સરકારે તબલીગી જમાત પર પ્રતિબંધ મુક્યા બાદ દાવો કર્યો છે કે તબલીગી જમાત આતંકવાદનું પ્રવેશદ્વાર છે, તેથી તેના પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. સાથે જ મુસ્લિમ ધર્મગુરૂઓને અપીલ કરી છે કે તેઓ લોકોને તબલીગી જમાતથી દુર રહેવાની સલાહ આપે. સાઉદી સસરકારે મસ્જિદોને પણ અપીલ કરી છે કે તબલીગી જમાતમાં જે પણ ખોટુ થઇ રહ્યું છે તેનાથી લોકોને જાગૃત કરે, તબલીગી જમાતમાં ભારે ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે, અને આ કારણે તેનાથી આતંકવાદ પણ વકરી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર 1926માં ભારતમાં તબલીગી જમાતની શરૂઆત થઇ હતી, જેને સુન્ની ઇસ્લામિક મિશનરી આંદોલન તરીકે પણ કેટલાક ઓળખે છે. અત્યારે દુનિયાભરમાં આ જમાતના 35થી 40 કરોડ સભ્યો છે. સાઉદી અરેબિયાનો દાવો છે કે આ સંગઠનનું નામ અનેક વખત આતંકી પ્રવૃત્તિમાં પણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગયા વર્ષે કોરોના મહામારીમા લોકડાઉન સમયે પણ તબલીગી જમાતની બેઠક મળી હતી, જેને પગલે ભારે વિવાદ થયો હતો.
આ પણ વાંચો
UP Election 2022: વિધાનસભા ચૂંટણીમાં કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહી કરે BSP, માયાવતીએ કર્યો મોટો દાવો
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી કે માર્ચ યોજાશે, જાણો કોણે કર્યો આ દાવો?
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદને ભેટ, ફલાય ઓવરબ્રિજ સહિત અનેક કામોનું લોકાર્પણ કર્યું
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?