ચીનમાં કોરોના રિટર્ન થતાં ખળભળાટ, આ મોટા શહેરમાં 1.7 કરોડ લોકો થયા ઘરમાં નજર કેદ, કામકાજ ઠપ, જાણો
હાલ ચીનના 19 પ્રાંત ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરી રહ્યા છે. જીલિન પ્રાંતને આંશિકરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે.
![ચીનમાં કોરોના રિટર્ન થતાં ખળભળાટ, આ મોટા શહેરમાં 1.7 કરોડ લોકો થયા ઘરમાં નજર કેદ, કામકાજ ઠપ, જાણો Covid-19 Returns Shenzhen : suddenly corona virus cases surge in china's shenzhen city ચીનમાં કોરોના રિટર્ન થતાં ખળભળાટ, આ મોટા શહેરમાં 1.7 કરોડ લોકો થયા ઘરમાં નજર કેદ, કામકાજ ઠપ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/14/e44b9151b6dc7ad3eddad436593a9731_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દુનિયામાં હાલ કોરોનાની કેસો સતત ઘટી રહ્યાંના સમાચારો વચ્ચે એક મોટા અને આશ્ચર્યજનક ખબર સામે આવી છે. રિપોર્ટ છે કે ભારતના પાડોશી દેશ ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. કોરોનાના કેસો એટલી હદે વધી રહ્યાં છે ચીની સરકારે દેશના મોટા શહેર શેનઝેનમાં અનેક પ્રતિબંધોની સાથે સાથે લૉકડાઉન આપી દીધુ છે. આ શહેરમાં કોરોનાથી બચવા માટે અંદાજ 1.7 કરોડ લોકો પોતાના ઘરમાં જ નજર કેદ થઇ ગયા છે, રસ્તાં અને શહેરની સ્થિતિ સુમસામ બની ગઇ છે. સ્થાનિક પ્રશાસને પ્રથમ વખત કોરોના રેપિડ ટેસ્ટ પણ શરૂ કરી દીધા છે.
બે વર્ષ બાદ આવ્યા સૌથી વધુ દૈનિક કોરોના કેસો -
રિપોર્ટ અનુસાર, ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. રવિવારે ચીનમાં કોરોનાના 3,400 કેસ સામે આવતા તંત્રમાં હડકંપ મચી ગયો છે. ખાસ વાત છે કે આ આંકડો છેલ્લા બે વર્ષમાં સૌથી મોટો દૈનિક કેસ આંકડો બની ગયો છે. આના એક દિવસ પહેલા એટલે કે શનિવારે 1,700 કેસ નોંધાયા બાદ આગલા દિવસે રવિવારે આમાં બમણો વધારો નોંધાયો.
હાલ ચીનના 19 પ્રાંત ઓમિક્રોન અને ડેલ્ટા વેરિએન્ટનો સામનો કરી રહ્યા છે. જીલિન પ્રાંતને આંશિકરૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. એટલુ જ નહીં કોરોના કેસની સંખ્યામાં દેશવ્યાપી વધારા બાદ શાંઘાઈની શાળાઓ સહિત ઉત્તર-પૂર્વીય શહેરોને બંધ કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો.........
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Electric Cars: આ છે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રિક કાર્સ, જાણો કિંમતથી લઈ રેન્જ સુધીની તમામ વિગત
દેશમાં સૌથી વધુ વેચાય છે આ કંપનીની કાર્સ, ચાલુ વર્ષે કરી શકે છે આટલા મોડલ લોન્ચ, જુઓ લિસ્ટ
ગુજરાતની આ સહકારી બેંકમાં નોકરી કરવી હોય તો અહીં કરો અરજી, અરજી કરવાનો આજે છેલ્લો દિવસ, જાણો વિગતે
ESIC Recruitment: લાખોમાં મેળવવા માંગો છો પગાર તો આજે જ કરો અહીં અરજી, વારંવાર નથી આવતો આવો મોકો
જો તમારે પ્રોફેસર બનવું હોય તો અહીં કરો અરજી, 25 માર્ચ છેલ્લી તારીખ, જાણો કેવી રીતે કરશો અરજી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)