શોધખોળ કરો
દુનિયાભરના 212 દેશોમાં લગભગ 35 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, અત્યાર સુધી 2 લાખથી વધુના મોત
દુનિયામાં લગભગ એક ચતુર્થાંસ મોતો અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કૉવિડ-19 બીજા નંબરે પ્રભાવિત દેશ છે. જ્યાં 25,100 લોકોના મોત થયા છે

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી નીકળેલો કોરોના વાયરસ હાલ દુનિયાભરમાં તબાહી મચાવી રહ્યો છે. 212 દેશોમાં કોરોનાનો પ્રકોપ છે. લગભગ 35 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં આ મહામારીથી મરનારાઓની સંખ્યા 2 લાખ 44 હજારને પાર પહોંચી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં 82,398 નવા કોરોનાના કેસો સામે આવ્યા અને મરનારાઓની સંખ્યામા 5,162 નો વધારો થયો છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 34 લાખ 80 હજાર 492 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂક્યા છે. આમા 11 લાખ 8 હજાર લોકો સંક્રમણથી મુક્ત થઇ ચૂક્યા છે.
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત..... દુનિયામાં લગભગ એક ચતુર્થાંસ મોતો અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કૉવિડ-19 બીજા નંબરે પ્રભાવિત દેશ છે. જ્યાં 25,100 લોકોના મોત થયા છે. સાથે કુલ 245,567 લોકો સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. મોતના મામલે ઇટાલી બીજા અને ત્રીજા નંબરે યુકે છે. ઇટાલીમાં અત્યાર સુધી 28,710 મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 209,328 છે. બાદમા યુકે, ફ્રાન્સ, જર્મની, તુર્કી, ચીન, રશિયા, બ્રાઝીલ, કેનેડા જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. યુકેઃ 182,260 કેસ, 28,131 મોત ફ્રાન્સઃ 168,396 કેસ, 24,760 મોત જર્મનીઃ 164,967 કેસ, 6,812 મોત તુર્કીઃ 124,375 કેસ, 3,336 મોત રશિયાઃ 124,054 કેસ, 1,222 મોત બ્રાઝીલઃ 96,559 કેસ, 6,750 મોત ઇરાનઃ 96,448 કેસ, 6,156 મોત ચીનઃ 82,875 કેસ, 4,633 મોત કેનેડાઃ 56,714 કેસ, 3,566 મોત બેલ્ઝિયમઃ 49,517 કેસ, 7,765 મોત
દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત..... દુનિયામાં લગભગ એક ચતુર્થાંસ મોતો અમેરિકામાં થયા છે. અમેરિકા બાદ સ્પેન કૉવિડ-19 બીજા નંબરે પ્રભાવિત દેશ છે. જ્યાં 25,100 લોકોના મોત થયા છે. સાથે કુલ 245,567 લોકો સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. મોતના મામલે ઇટાલી બીજા અને ત્રીજા નંબરે યુકે છે. ઇટાલીમાં અત્યાર સુધી 28,710 મોત થઇ ચૂક્યા છે. જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 209,328 છે. બાદમા યુકે, ફ્રાન્સ, જર્મની, તુર્કી, ચીન, રશિયા, બ્રાઝીલ, કેનેડા જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત થયા છે. યુકેઃ 182,260 કેસ, 28,131 મોત ફ્રાન્સઃ 168,396 કેસ, 24,760 મોત જર્મનીઃ 164,967 કેસ, 6,812 મોત તુર્કીઃ 124,375 કેસ, 3,336 મોત રશિયાઃ 124,054 કેસ, 1,222 મોત બ્રાઝીલઃ 96,559 કેસ, 6,750 મોત ઇરાનઃ 96,448 કેસ, 6,156 મોત ચીનઃ 82,875 કેસ, 4,633 મોત કેનેડાઃ 56,714 કેસ, 3,566 મોત બેલ્ઝિયમઃ 49,517 કેસ, 7,765 મોત વધુ વાંચો





















