(Source: ECI/ABP News/ABP Majha)
Pakistan Crime: પાકિસ્તાનમાં હિન્દુ ડૉક્ટરની ગળુ કાપીને કરાઇ હત્યા, કારણ છે એકદમ નજીવું
પાકિસ્તાનના સમાચાર આઉટલેટે પાકિસ્તાનની પોલીસના હવાલાથી બતાવ્યુ કે, ડ્રાઇવરે ચાકૂથી ગળુ કાપીને ડૉક્ટરની હત્યા કરી દીધી.
Doctor Killed In Pakistan: પાકિસ્તાનમાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ડ્રાઇવરે ઘર બાબતે બબાલ થતાં પોતાના માલિકીનું જ ગળુ કાપીને હત્યા કરી નાખી છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના હૈદરાબાદમાં સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર ધર્મ દેવ રાઠીને મંગળવારે (7 ફેબ્રુઆરી) તેના ડ્રાઇવરે મોતને ઘાટ ઉતારી દીધો.
પાકિસ્તાનના સમાચાર આઉટલેટે પાકિસ્તાનની પોલીસના હવાલાથી બતાવ્યુ કે, ડ્રાઇવરે ચાકૂથી ગળુ કાપીને ડૉક્ટરની હત્યા કરી દીધી. પોલીસે આરોપી ચાલકને બુધવારે તેના ખૈરપુર સ્થિત ઘરેથી ધરપકડ કરી લીધી. આરોપીની ઓળખ હનીફ લૈઘારી તરીકે થઇ છે.
'શેફે આપી હત્યાની જાણકારી' -
રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટરની હત્યા થવાની જાણકારી તેના જ શેફે પોલીસને ફોન કરીને આપી હતી. ડૉક્ટરના રસોઇયાને બતાવ્યુ કે ત્યાં પહોંચીને ડ્રાઇવરે રસોઇની અંદરથી ચાકૂ કાઢ્યુ અને ડૉક્ટરની હત્યા કરી દીધી. આ પછી ડ્રાઇવર ડૉક્ટરની કારમાં ત્યાંથી ફરાર થઇ ગયો હતો. ધ નેશનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, ડૉ. ધરમ દેવ રાઠી હૈદરાબાદ વિસ્તારના એક જાણીતી સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર હતા.
પાકિસ્તાન અલ્પસંખ્યક મામલાના પ્રાંતીય મંત્રી જ્ઞાન ચંદ ઇસ્સરાનીએ 24 કલાકની અંદર સંદિગ્ધની ધરપકડ કરીને પોલીસની પ્રસંશા કરી, તેને માર્યા ગયેલા ડૉક્ટરના પરિવારને પણ ન્યાય અપાવવાનુ આશ્વાસન આપ્યુ. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)ની મહિલા વિન્ગની પ્રમુખ ફરયાલ તાલપુરે હત્યાની નિંદા કરી અને આ ઘટનાને ક્રૂર ઘટના ગણાવી. તેને ડૉક્ટરના પરિવારને ન્યાય અપાવવાનુ આશ્વાસન પણ આપ્યુ. તેને કહ્યું કે, આ બહુજ દુઃખદ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે હિન્દુ સમુદાય હોળી મનાવી રહ્યો હતો.
India Vs Pakistan: UNમાં પાકિસ્તાને ફરી આલાપ્યો કાશ્મીર રાગ, ભારતે તતડાવી નાંખીને કહ્યું- આવા દુષ્પ્રચારનો જવાબ....
India Vs Pakistan On Kashmir: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં 'મહિલા, શાંતિ અને સુરક્ષા' મુદ્દે આયોજિત ચર્ચામાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના પર ભારતે વિશ્વ સમુદાયની સામે તેમની ઝાટકણી કાઢી હતી. જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે કહ્યું કે 'આવા દૂષિત પ્રચાર'નો જવાબ આપવો પણ યોગ્ય નથી. આ 'અનવોન્ટેડ' છે.
બિલાવલ ભુટ્ટો યુએનમાં કાશ્મીર રાગ આલાપ્યો
કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ટિપ્પણીનો જવાબ આપતા રુચિરા કંબોજે મંગળવારે તેમના નિવેદનને પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું હતું. રુચિરાએ કહ્યું, “મારું ભાષણ સમાપ્ત કરતા પહેલા, હું જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશને લઈને પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા કરવામાં આવેલી સસ્તી, પાયાવિહોણી અને રાજકીય રીતે પ્રેરિત ટિપ્પણીને નકારી કાઢું છું. 'મહિલા, શાંતિ અને સુરક્ષા' વિષય પર ચર્ચા થઈ રહી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 'મહિલા, શાંતિ અને સુરક્ષા' વિષય પર ચર્ચા દરમિયાન, રુચિરા કંબોજે કહ્યું, "મારું પ્રતિનિધિમંડળ માને છે કે આવા દૂષિત અને ખોટા પ્રચારનો જવાબ આપવો યોગ્ય નથી. તેનાથી વિપરીત, આપણું ધ્યાન હકારાત્મક અને આગળની વિચારસરણી હોવી જોઈએ. મહિલાઓ, શાંતિ અને સુરક્ષાના એજન્ડાને સંપૂર્ણ રીતે અમલમાં મૂકવાના અમારા સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા માટે આજની ચર્ચાઓ મહત્વપૂર્ણ છે."