અકળાયેલા રશિયાએ ભર્યુ ગંભીર પગલુ, હવે દુનિયાભરના આ ઉદ્યોગ-ધંધા થઇ જશે ઠપ, જાણો શું થશે અસર
રશિયાએ કહ્યું કે- રશિયા વિરુદ્ધ શતુત્રાપૂર્ણ કાર્યવાહી કરનારા દેશોને કેટલાય પ્રકારના લાકડી અને લકડીના ઉત્પાદનોની નિકાસ પર રોક લગાવી દીધી છે.
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેન યુદ્ધ હજુ લાંબુ ખેંચાય એવા પુરેપુરા આસાર દેખાઇ રહ્યાં છે. રશિયાને દરેક બાજુથી રોકવા માટે આંતરરાષ્ટ્રીય લેવલ પર દરેક દેશો તેની વિરુદ્ધમાં પ્રતિબંધો લગાવી રહ્યા છે. હવે આર્થિક પ્રતિબંધો ઝીલી રહેલુ રશિયા હવે વધુ અકળાયુ છે. અકળાયેલા રશિયાએ એક મોટો અને ગંભીર નિર્ણય લીધો છે. હવે રશિયાએ અમેરિકા, યુરોપિયન યૂનિયન અને અન્ય દેશોના પ્રતિબંધો સામે પ્રતિક્રિયા આપવાનુ શરૂ કરી દીધુ છે.
રશિયાએ 200 થી વધુ કાર અને ઓટો પાર્ટ્સ પર રોક લગાવી દીધી છે. આવામાં રશિયા-યૂક્રેન સંઘર્ષથી માત્ર રશિયા અને યૂક્રેન જ નહીં પરંતુ આખી દુનિયા પર માઠી અસર પડવાનુ શરૂ થશે. કેમકે રશિયા ઓટો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી તમામ જરૂરી વસ્તુઓ એક્સપોર્ટ કરે છે. રશિયાના આ નિર્ણયથી ભવિષ્યમાં ઓટો નિર્માતાઓની સામે કેટલીય મોટી મુશ્કેલીઓ પેદા થઇ શકે છે.
રશિયાએ કહ્યું કે- રશિયા વિરુદ્ધ શતુત્રાપૂર્ણ કાર્યવાહી કરનારા દેશોને કેટલાય પ્રકારના લાકડી અને લકડીના ઉત્પાદનોની નિકાસ પર રોક લગાવી દીધી છે. કાર અને ઓટો પાર્ટ્સની નિકાસ પર રશિયાનો પ્રતિબંધ આ વર્ષના અંત સુધી રહેશે. રશિયાએ નિકાસ લિસ્ટમાંથી હટાવેલી વસ્તુઓમાં વાહન, દૂરસંચાર, ચિકિત્સા, કૃષિ, ઇલેક્ટ્રિક ઉપકરણ અને લાકડી સામેલ છે. રશિયાના નાણાં મંત્રાલયે કહ્યું કે આ ઉપાય રશિયા વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધો પર તાર્કિક પ્રતિક્રિયા છે. આનો ઉદેશ્ય અર્થવ્યવસ્થાના પ્રમુખ ક્ષેત્રોના નિર્બાધ કામકાજને નક્કી કવરાનો છે.
ઉલ્લેખનીય છે કે રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધના કારણે કેટલીય કાર નિર્મતાઓએ રશિયામાં પોતાના ઓપરેસન્સને બંધ કરી દીધા છે. આમાં Volkswagen, Honda, Toyota, General Motors, Mercedes-Benz और Jaguar Land Rover જેવી કાર નિર્માતા કંપનીઓ સામેલ છે. આ ઉપરાંત Jeep, Fiat અને Peugeot જેવા બ્રાન્ડ્સ પણ આ લિસ્ટમાં સામેલ છે.
આ પણ વાંચો.......
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?