શોધખોળ કરો
Advertisement
15 હજાર થયું બિલ, કસ્ટમરે આપી 36 લાખની ટિપ, જાણો સમગ્ર ઘટના અંગે
વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે ગમે તેમ રહ્યું હોય પરંતુ આ વર્ષ અમેરિકાની જિયાના ડિ એન્જેલો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.
નવી દિલ્હી: વર્ષ 2020 સમગ્ર દુનિયા માટે ગમે તેમ રહ્યું હોય પરંતુ આ વર્ષ અમેરિકાની જિયાના ડિ એન્જેલો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે. હાલના દિવસોમાં કોરોના મહામારીના કારણે ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ છે તો ઘણા લોકોએ દુનિયામાં નોકરી ગુમાવી છે. એવામાં જિયાના ડિ એન્જેલો માટે આ વર્ષ ખૂબ જ સારૂ સાબિત થયું છે. આવો તમને જણાવીએ કઈ રીતે.
અમેરિકામાં એક વ્યક્તિએ ક્રિસમસને જોતા એક એવી ટિપ આપી જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ ઘટના અમેરિકાના ઈટૈલિયન રેસ્ટોરન્ટ અંથની એટ પૈક્સોનની છે. આ રેસ્ટોરન્ટે ફેસબુક પર એક તસવીર શેર કરી છે જેમાં એક કસ્ટમરના બિલની રસીદ જોવા મળે છે.
આ વ્યક્તિએ 205 ડૉલર્સ એટલે કે 15 હજારના બિલ પર 36 લાખ રૂપિયાની ટિપ આપી છે. એબીસી વેબસાઈટની રિપોર્ટ અનુસાર, આ ટિપ જિયાના ડિ એન્જેલોને આપવામાં આવી ચે જે એક વેઈટર તરીકે આ રેસ્ટોરન્ટમાં કામ કરે છે. આ બિલની કોપી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
ટિપ મળ્યા બાદ એબીસી વેબસાઈટને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં જિયાના ડિ એન્જેલોએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે મને જે પણ ટિપ મળે હુ તેનાથી ખુશ હતી. પરંતુ જ્યારે તેમણે 5000 ડૉલર્સ કહ્યું તો મને વિશ્વાસ નહોતો થયો. જિયાના ડિ એન્જેલોએ કહ્યું આ રૂપિયાથી હું પોતાની કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરવાની કોશિશ કરીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement