શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ આ દેશમાં મુસ્લિમોના મૃતદેહો સળગાવવાના કારણે વિવાદ
આ ભંયકર મહામારીના કારણે શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ પર ઇસ્લામના દફન સંસ્કાર નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે
નવી દિલ્હીઃ કોરોના કારણે હાલ આખી દુનિયામાં ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે શ્રીલંકામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. શ્રીલંકામાં કોરોના દાર્દીઓના મૃતદેહો સળગાવવાને લઇને વિવાદ ઉભો થયો છે. આ વિવાદ મુસ્લિમ કોરોના દર્દીઓના મૃતદેહો સળગાવવાના કારણે થયો છે.
આ ભંયકર મહામારીના કારણે શ્રીલંકાના ઉચ્ચ અધિકારીઓ પર ઇસ્લામના દફન સંસ્કાર નિયમોનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે.
કોલંબોમાં 73 વર્ષીય બિશરૂફ હાપી મોહમ્મદ કોરોના વાયરસથી મૃત્યુ પામનારો બીજો શખ્સ હતો, જેનો અંતિમ સંસ્કાર ઇસ્લામિક પ્રક્રિયા પ્રમાણે કરવામા ના આવ્યો, બિશરૂફને મૃતદેહને દફનાવવાના બદલે સળગાવવામાં આવ્યો હતો. જેના કારણે વિવાદ સર્જાયો હતો.
અલ-જજીરાના એક રિપોર્ટ પ્રમાણે, મૃતકના 46 વર્ષી પુત્ર ફૈયાઝ જુનૂસે જણાવ્યુ તેમના પિતા કિડની ડિસઓર્ડરથી પીડિત હતા, બે અઠવાડિયા પહેલા જ કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યો હતો, બાદમાં 1લી એપ્રિલે તેમનુ મોત થઇ ગયુ હતુ.
તેમના પુત્રની માંગ હતી કે ઇસ્લામિક રીતિરિવાજ પ્રમાણે મુસ્લિમોને દફનાવવાની વ્યવસ્થા કરવી જોઇએ.
શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જ કોરોના વાયરસથી મરનારાઓના અંતિમ સંસ્કારને લઇન એક ગાઇડ લાઇન જાહેર કરી હતી.
નોંધનીય છે કે શ્રીલંકામાં કાતિલ કોરોનાની ઝપેટમાં અત્યાર સુધી 159 લોકો આવી ચૂક્યા છે. આમાંથી 5 લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. જેમાં બે મુસ્લિમ સમુદાયના લોકો સામેલ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ક્રિકેટ
દેશ
Advertisement