શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત, અનેક લોકો ઘાયલ
કાબુલઃ અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલા વિસ્ફોટમાં 20 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. માર્યા ગયેલા 20 લોકોમાં 12 લોકો હિન્દુ અને શીખ હતા. આ હુમલામાં સ્થાનિક શીખ નેતા અવતારસિંહ ખાલસાનું પણ મોત થયું હતું. અવતારસિંહ ખાલસા ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણી પણ લડવાના હતા.
જલાલાબાદ નંગરહાર પ્રાન્તની રાજધાની છે. ગનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ હાલમાં નંગરહારમાં છે પરંતુ તેમના પર કોઇ ખતરો નથી. આ વિસ્ફોટ બજારમાં થયો છે જ્યાં અફઘાની હિન્દુઓ સ્ટૂલ લગાવે છે. પ્રાન્તના ગર્વનરના પ્રવક્તા અતુલ્લાહ ખોહયાનીએ જણાવ્યુ હતું કે, હુમલામાં 20 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ગનીને મળવા ગયેલા શીખોની આઇએસ દ્ધારા હત્યા કરવાની તેઓ નિંદા કરે છે. વૈશ્વિક રીતે લોકોએ આ બર્બર લોકોના આતંક વિરુદ્ધ એક થવું પડશે અને તેમને દુનિયામાંથી હટાવવા માટે અવાજ ઉઠાવવો પડશે. તેમની સરકાર પીજિતો અને તેમના પરિવારને મદદ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion