શોધખોળ કરો
Advertisement
ઘરમાં મૃત મળી આવ્યા ઈઝરાયલના ચીની રાજદૂત ડુ વેઈ, પોલીસ કરી રહી છે તપાસ
ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઈ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે.
યરૂશલમ: ઇઝરાયલમાં ચીનના રાજદૂત ડૂ વેઈ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. હાલ મોતના કારણ અંગે કોઈ ખુલાસો નથી થયો. ઈઝરાયલ પોલીસે કહ્યું તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. 58 વર્ષના ડુ વેઈને કોરોના વાયરસ મહામારી વચ્ચે ફેબ્રુઆરીમાં રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા
ડુ વેઈએ પહેલા યૂક્રેનમાં ચીનના રાજદૂત તરીકે કામ કર્યું છે. તેમની એક પત્ની અને એક દિકરો પણ છે જે ઈઝરાયલમાં નહોતા. ઈઝરાયલ અને ચીનના સારા સંબંધો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓને પ્રવાર પર ડુ વેઈએ પોમ્પિઓની ટીપ્પણીઓની નિંદા કરી હતી. જેના બે દિવસ બાદ ચીનના રાજદૂતનું મોત થયું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ ઈઝરાયલમાં ચીન રોકાણની નિંદા કરી અને ચીન પર કોરોના વાયરસ પ્રકોપની જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો.
ઇઝરાયલની મીડિયા અનુસાર ચીનના રાજદૂત ડૂ વેઇના ઘરમાં હિંસાના કોઇ નિશાન મળ્યા નથી. તપાસ કરનાર લોકોનું માનવું છે કે રાજદૂતનું મૃત્યુ હાર્ટ અટેકના કારણે થયું હોઇ શકે છે. હાલમાં મૃત્યુના કારણ વિશે જાણી શકાયુ નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement