શોધખોળ કરો
Advertisement
ભારતની મોટી કૂટનીતિક જીત, યુરોપીય સંસદમાં CAA પર ચર્ચા છતાં વૉટિંગ ટળ્યુ, સંસદ ખાલી દેખાયુ
આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા પર આપત્તિ દર્શાવી હતી, અને એક પત્ર પણ લખ્યો હતો
લંડનઃ યુરોપિયન પાર્લામેન્ટમાં ગુરુવારે ભારતના નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) વિરુદ્ધ થનારુ વૉટિંગ ટળી ગયુ છે. હવે આ વૉટિંગ પાર્લામેન્ટના માર્ચ માહિનામાં યોજાનારા સેશનમાં થશે. આને ભારતની મોટી કૂટનીતિક જીત માની શકાય છે. આ સંબંધમાં યુરોપિયન પાર્લામેન્ટ તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે. જોકે, સીએએ પર ચર્ચા ચાલુ રહેશે.
સીએએ પર વૉટિંગ કેન્સલ થવા પાછળની માહિતી હજુ સામે નથી આવી, જે રિપોર્ટ આવી રહ્યા છે તે પ્રમાણે કહેવાઇ રહ્યું છે કે યુરોપિયન સુત્રોના કહેવુ છે કે, પાકિસ્તાનના ઉપર ભારતની જીત થઇ છે.
વળી, ભારત સરકારના સુત્રોનુ કહેવુ છે કે, સીએએ ભારતનો આંતરિક મામલો છે અને લોકશાહી રીતે પાલન કરતા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. ભારત સરકારનુ કહેવુ છે કે, અમે આ વાતની આશા રાખીએ છીએ કે યુરોપિયન પાર્લામેન્ટના સભ્યો સીએએ પર ભારતની વાત સમજશે.
આ અગાઉ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સંશોધિત નાગરિકતા કાયદા (સીએએ) વિરુદ્ધ યુરોપિયન સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવા પર આપત્તિ દર્શાવી હતી, અને એક પત્ર પણ લખ્યો હતો.Government Sources: There will be no voting on the Europeon Union resolution on Citizenship Amendment Act (CAA) tomorrow. Friends of India prevailed over the Friends of Pakistan in the European Parliament today.
— ANI (@ANI) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement