શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોવિડ-19 બાદ ડિસીઝ-X બની શકે છે મહામારીનું કારણ, ઇબોલાની ઓળખ આપનાર વૈજ્ઞાનિકે આપી ચેતવણી
કોવિડ-19 અને ઇબોલા બાદ વધુ ઝડપથી ફેલાતો નવો સ્ટ્રેન સક્રિય થયાનીતબીબોઓ આશંકા વ્યકત કરી છે. એક ઇબોલાના શંકાસ્પદ દર્દીના પરીક્ષણ સમયે વાયરસ એક્સ સક્રિય થવાની નિષ્ણાતોએ જાણકારી આપી છે. નિષ્ણાતોના મત મુજબ આ વાયરસ કોવિડ જેટલો જ ઝડપથી સંક્રમણ ફેલાવતો સાબિત થઇ શકે છે.
કોવિડ-19ની મહામારી બાદ વધુ એક ડીસીઝ –એકસ દુનિયાન માટે પડકાર રૂપ બની શકે છે. ઇબાલા વાયરસ વિશે જાણકારી આપનાર પ્રોફેસરે જિન્સ જેકસ મુએમ્બ તામ્ફુમના જણાવ્યા મુજબ આ નવો વાયરસ કોવિડ-19ની જેમજ ધાતક છે અને ખૂબ જ ઝડપથી એક શરીરમાંથી બીજા શરીરને સંક્રમિત કરી શકે છે.
CNNના એક રિપોર્ટ મુજબ, , કોવિડ બાદ આવેલો આ નવો વાયરસ પણ દુનિયા માટે પડકારરૂપ સાબિત થઇ શકે છે. Whoના જણાવ્યાં મુજબ ડીસીઝ એક્સના પ્રકોપનો અંદાજ વૈજ્ઞાનિકોને છે. આ ડીસીઝ દુનિયાભર માટે મોટી મહામારી સાબિત થઇ શકે છે. તેના માટે ચિંતિત થવું સ્વાભાવિક છે. ડોક્ટર ડેડિન બોનકોલના જણાવ્યા મુજબ ઇબોલા અને કોવિડ-19 અજાણ્યો વાયરસ હતો. આપણે માટે આ મહામારી પણ પડકારરૂપ સાબિત થઇ શકે છે.
રિપોર્ટમાં ઇન્ગોન્ડે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોગોમાં એક શંકાસ્પદ કેસનો ઉલ્લેખ કરવામં આવ્યો છે, જેમાં દર્દીમાં શરૂઆતમા તાવના લક્ષણો જોવા મળ્યા હતા. આ દર્દીનો ટેસ્ટ ઇબોલાની આશંકાએ કરવામાં આવ્યો હતો. દર્દીના લક્ષણો પરથી ડોક્ટરે શંકા જણાવી છે કે. આ લક્ષણ વાયરસ એક્સનો હોઇ શકે છે. જેનું કોવિડ જેટલો જ સંક્રમિત હોઇ શકે છે.
1901માં પહેલીવાર અનિમલ બોડીમાંથી માનવના શરીરમાં યેલો ફીવર ટ્રેક થયો હતો. વૈજ્ઞિનિકોના જણાવ્યાં મુજબ અનિમલમાથી હ્યુમન બોડીમાં આવા 200 વાયરસ પાસ થયા છે. SARS-CoV-2, અને કોવિડ-19 આ બધા જ રોગો એનિમલ બોડીમાંથી હ્યુમન બોડીમાં ફેલાયો છે. આ સિવાય યેલો ફીવર, જુદા જુદા લક્ષણો ધરાવતા એન્ફુલ્ઝા, રેબિઝ,બ્રૂસીલોસિસ અને લાઇમ ડીસીઝ, આ બઘા જ અનિમલ બોડીમાંથી હ્યુમન બોડીમાં પાસ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
સુરત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion