ભારતના રાજદૂતને દોહા-કતારમાં મળેલા તાલિબાની નેતા 'શેરૂ'એ ભારતના લશ્કર પાસેથી જ લીધી છે ટ્રેઈનિંગ, જાણો કોણ છે 'શેરૂ' ?
મોહમ્મદ અબ્બાસનો જન્મ 1963માં અફઘાનિસ્તાનના લોગાર પ્રાંતમાં બારાકી બરાક જિલ્લામાં થયો હતો. 1980ના દાયકામાં તેણે અફઘાન સેના છોડી દીધી
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાબાજ પ્રથમ વખથ ભારતે સત્તાવાર રીતે કોઈ તાલિબાની નેતા સાથે મુલાકાત કરી હતી. ભારતીય રાજદૂત દીપક મિત્તલ તથા તાલિબાની નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્યાનિકઝઈ ઉર્ફે શેરુ વચ્ચે દોહામાં મુલાકાત થઈ હતી. તાબિલાનમાં મોહમ્મદ અબ્બાસનું મોટું રાજકીય અસ્તિત્વ છે.
મોહમ્મદ અબ્બાસ સ્ટાનિકઝઈ ગત તાલિબાન શાસનમાં ઉપ વિદેશ મંત્રી હતા. તેઓ એવા નેતાછે જેમને પોતાના બાકી સાથીઓની તુલનામાં વધારે ભણેલા માનવામાં આવે છે. તેઓ દહેરાદૂનમાં ભારતીય સૈન્ય એકેડમીથી પાસ આઉટ છે, જ્યારે અનેય તાલિબાન નેતાએ અફઘાનિસ્તાન કે પાકિસ્તાનના મદરેસામાંથી થોડો અભ્યાસ કર્યો છે. સ્ટાનિકઝઈએ અમેરિકા અને અફઘાન સરકાર સાથે અનેક તબક્કાની શાંતિ વાર્તામાં તાલિબાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. 2016માં તે બીજિંગ ગયો હતો અને ચીનના નેતાઓને મળ્યો હતો. જેનો હેતુ તાલિબાન અને ચતીન સાથે સીધો સંપર્ક સાધવાનો હતો. અમરિકા-તાલિબાન સમજૂતી બાદ તેણે મોસ્કો, ઉઝબેકિસ્તાન, ચીન તથા અન્ય સ્થાનોની યાત્રા કરી હતી.
મોહમ્મદ અબ્બાસનો જન્મ 1963માં અફઘાનિસ્તાનના લોગાર પ્રાંતમાં બારાકી બરાક જિલ્લામાં થયો હતો. 1980ના દાયકામાં તેણે અફઘાન સેના છોડી દીધી અને સોવિયત સેના સામે જિહામાં સામેલ થયો હતો. તેણે નબી મોહમ્મદીના હરકત-એ-ઈસ્લામી અને અબ્દ-ઉલ-રસૂલ સયાફ સામે ઈત્તેહાદ-એ-ઈસ્લામી સામે દક્ષિણ પશ્ચિમ મોરચાના કમાંડરતરીકે લડાઈ લડી. 1996માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ તેણે વિદેશ મામલાના ઉપ મંત્ર અને બાદમાં વિદ્રોહી શાસનના સાર્વજનિક સ્વાસ્થ્યના ઉપમંત્રી તરીકે કાર્ય કર્યુ હતું.
2001માં તાલિબાન શાસનનો અંત આવ્યો તે પહેલા તમામ તાલિબાન નેતાઓ પહેલા પાકિસ્તાન અને બાદમાં કતાર ગયા હતા. કતાર સરકાર પૂર્વ તાલિબાન નેતા અને તેના પરિવારને આર્થિક રીતે સમર્થન આપવા સહમત થઈ હતી. બે વર્ષ પહેલા ટોલો ન્યૂઝે તેની અમેરિકામાં ભણી રહેલી પુત્રીની તસવીર શેર કરી હતી. 2015માં તેણે દોહામાં તાલિબાનનું રાજકીય કાર્યાલય સભાળ્યું હતું.