વિવાદ વચ્ચે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, USAIDના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ USAID ના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) ના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા અને હજારો અન્ય કર્મચારીઓને રજા પર મોકલવાનું નોટિફિકેશ બહાર પાડ્યું છે.
શુક્રવારે એક ફેડરલ ન્યાયાધીશે વહીવટીતંત્રને USAID કર્મચારીઓને છૂટા કરવાની મંજૂરી આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે, એમ APના અહેવાલમાં જણાવાયું છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ કાર્લ નિકોલ્સે સરકારની યોજનાને કામચલાઉ રોકવા માટેની કર્મચારીઓની વિનંતીને ફગાવી દીધી હતી.
USAID કર્મચારીઓને મોકલવામાં આવેલા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 23 ફેબ્રુઆરી રાત્રે 11:59 વાગ્યાથી USAID તમામ પ્રત્યક્ષ નિયુક્ત કર્મચારીઓને વહીવટી રજા પર મોકલવામાં આવશે. આ સિવાય એ કર્મચારીઓ જે મિશન-આધારિત આવશ્યક કાર્યો, મુખ્ય નેતૃત્વ અને ખાસ નિયુક્ત કાર્યક્રમો સાથે જોડાયેલા છે.
USAID પર વહીવટીતંત્રનું કડક વલણ
ટ્રમ્પ વહીવટીતંત્રે પહેલાથી જ USAID ના વોશિંગ્ટન મુખ્યાલયને બંધ કરી દીધું છે અને વૈશ્વિક સ્તરે હજારો યુએસ સહાય અને વિકાસ કાર્યક્રમોને અટકાવી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બજેટ સુધારક એલન મસ્કનું કહેવું છે કે વિદેશી સહાય અને વિકાસ કાર્ય બિનજરૂરી ખર્ચ અને ઉદાર એજન્ડાને પ્રોત્સાહન આપે છે.
વિદેશમાં પોસ્ટ કરાયેલા કર્મચારીઓ ચિંતા વધી
USAID ના કર્મચારીઓ, ખાસ કરીને જેઓ વિદેશમાં તૈનાત છે, તેમણે સરકાર સમક્ષ તેમની સુરક્ષા અને સંદેશાવ્યવહાર સુવિધાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ અંગે ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે કહ્યું હતું કે વહીવટીતંત્રે તેમને ખાતરી આપી છે કે વિદેશમાં તૈનાત કર્મચારીઓને ઇમરજન્સી કોમ્યુનિકેશન સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ અંતર્ગત ટુ-વે રેડિયો અને પેનિક બટન સુવિધા સાથેની મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ થશે.
USAID કોન્ટ્રાક્ટરોને પણ આંચકો લાગ્યો
USAID ના સેંકડો કોન્ટ્રાક્ટરોને પણ અચાનક કાઢી મૂકવામાં આવ્યા છે. તેમાંથી ઘણાને નામ વગરના ટર્મિનેશન લેટર મોકલવામાં આવ્યા છે. કર્મચારીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે આવી અસ્પષ્ટ સૂચનાથી તેમને બેરોજગારી લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
કોર્ટ હસ્તક્ષેપ
USAIDને બંધ કરવાની યોજના સામેના એક અલગ કેસમાં એક ન્યાયાધીશે આદેશ છતાં વિદેશી સહાય રોકવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રને ઠપકો આપ્યો અને વૈશ્વિક સહાય કાર્યક્રમોને અસ્થાયી રૂપે ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
'PM મોદીને હરાવવા માંગતા હતા જો બાઇડન', ડોનાલ્ડ ટ્રમ્પે લગાવ્યા ગંભીર આરોપ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
