USના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેસબુક, ટ્વિટર વિરુદ્ધ સેન્સરશીપ વિરોધી કેસ દાખલ કરશે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તે ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ વિરુદ્ધ કેસ દાખલ કરવા જઇ રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ આ જાણકારી આપી હતી.
ન્યૂયોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે તે ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ ફેસબુક, ટ્વિટર અને ગૂગલ વિરુદ્ધ કેસ દાખલ કરવા જઇ રહ્યા છે. તેમણે આ કંપનીઓ પર તેમના પર ખોટી રીતે સેન્સર કરવાનો આરોપ લગાવ્યો હતો. ન્યૂઝ એજન્સી એએફપીએ આ જાણકારી આપી હતી.
ન્યૂજર્સીના બેડમિસ્ટરમાં તેમના ગોલ્ફ ક્લબમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે આજે અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને તેઓ મુખ્ય વર્ગના પ્રતિનિધિ તરીકે કેસ ફાઇલ કરશે. ફેસબુક, ગૂગલ અને ટ્વિટર સહિતના મોટી ટેક કંપનીઓ તેમના સીઇઓ, માર્ક ઝૂકરબર્ગ, સુંદર પિચાઇ અને જેક સામે કેસ દાખલ કરવા જઇ રહ્યો છું. ત્રણેય સારા લોકો છે.
વધુમાં તેમણે કહ્યું કે દેશની ટોચની ટેક કંપનીઓ ગેરકાયદેસર, ગેરબંધારણીય સેન્સરશીપના અમલ કરનારી બની ગઇ છે. મહત્વનું કે ટ્રમ્પ સમર્થકો દ્ધારા 6 જાન્યુઆરીએ યુ.એસ. કેપિટલની ઘેરાબંધીના પગલે ટ્રમ્પ પર ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો.
36 નવા ચહેરાઓ મોદી મંત્રીમંડળમાં સામેલ કરાયા
મોદી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં 36 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા જ્યારે સાત વર્તમાન રાજ્યમંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યું હતું. આઠ નવા ચહેરાઓને પણ કેબિનેટ મંત્રીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. 15 કેબિનેટ અને 28 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા હતા.મોદી મંત્રીમંડળમાં ગુજરાતના બે મંત્રીને પ્રમોશન આપવામાં આવ્યું છે. દેવુસિંહ ચૌહાણ, દર્શનાબેન જરદોશ અને ડો. મહેન્દ્ર મુંજપરાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એલ મુરુગનને પણ મોદી મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. તેઓએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી એલએલએમ અને પીએચડી કર્યું છે. બાદમાં 45 વર્ષીય નિશિત પ્રમાણિકે શપથ લીધા હતા. મંત્રીમંડળના વિસ્તરણ બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી તમામ નવા મંત્રીઓને અભિનંદન આપ્યા હતા. વડાપ્રધાને ટ્વિટમાં લખ્યું કે, આજે શપથ લેનારા તમામ સાથીઓને હું અભિનંદન આપું છું અને મંત્રી તરીકે કાર્યકાળ શરૂ કરવા માટે શુભેચ્છાઓ પાઠવું છું.